સાધ્ય-સાધક દ્વાર ૩૪૯
ચૌદ રત્નોમાં કયું હેય અને કયું ઉપાદેય છે (દોહરા)
किये अवस्थामैं१ प्रगट, चौदह रतन रसाल।
कछुत्यागै कछु संग्रहै, विधिनिषेधकी चाल।। ३२।।
रमा संखविष धनु सुरा, वैद्य धेनु हय हेय।
मनि रंभा गज कलपतरु, सुधा सोम आदेय।। ३३।।
इह विधि जो परभाव विष, वमै रमै निजरूप।
सो साधक सिवपंथकौ, चिद वेदकचिद्रूप।। ३४।।
શબ્દાર્થઃ– સંગ્રહૈ = ગ્રહણ કરે. વિધિ = ગ્રહણ કરવું. નિષેધ = છોડવું. રમા
= લક્ષ્મી. ધનુ = ધનુષ્ય. સુરા = શરાબ. ધેનુ = ગાય. હય = ઘોડો. રંભા =
અપ્સરા. સોમ = ચંદ્રમા. આદેય = ગ્રહણ કરવા યોગ્ય. વમૈ = છોડે.
અર્થઃ– સાધકદશામાં જે ચૌદ રત્નો પ્રગટ કર્યા તેમાંથી જ્ઞાની જીવ વિધિ-
નિષેધની રીત પર કેટલાકનો ત્યાગ કરે છે અને કેટલાકનું ગ્રહણ કરે છે. ૩૨.
અર્થાત્ સુબુદ્ધિરૂપ લક્ષ્મી, ૨સત્યવચનરૂપ શંખ, ઉદયરૂપ વિષ, ધ્યાનરૂપ ધનુષ્ય,
પ્રેમરૂપ મદિરા, વિવેકરૂપ ધન્વંતરિ, નિર્જરારૂપ કામધેનુ અને મનરૂપ ઘોડો-આ આઠ
અસ્થિર છે તેથી ત્યાગવા યોગ્ય છે, તથા અનુભૂતિરૂપ મણિ, પ્રતીતિરૂપ રંભા,
ઉદ્યમરૂપ હાથી, વૈરાગ્યરૂપ કલ્પવૃક્ષ, આનંદરૂપ અમૃત, શુદ્ધભાવરૂપ ચંદ્રમા-આ છ
રત્ન ઉપાદેય છે. ૩૩. આ રીતે જે પરભાવરૂપ વિષવિકારનો ત્યાગ કરીને નિજ-
સ્વરૂપમાં મગ્ન થાય છે તે નિજ-સ્વરૂપનો ભોક્તા ચૈતન્ય આત્મા મોક્ષમાર્ગનો
૩સાધક્ છે. ૩૪.
_________________________________________________________________
૧. સાધક દશા.
૨. સત્ય વચન પણ હેય છે, જૈનમતમાં તો મૌનની જ પ્રશંસા છે.
૩. સાત ભાવ-વ્યસન અને ચૌદ રત્નોની કવિતા પં. બનારસીદાસજીએ સ્વતંત્ર રચી છે.