૩૪૮ સમયસાર નાટક
સાધક જીવનો પુરુષાર્થ (દોહરો)
विसन भाव जामैं नहीं, पौरुष अगम अपार।
किये प्रगट घट सिंधुमैं, चौदह रतन उदार।। ३०।।
શબ્દાર્થઃ– સિંધુ = સમુદ્ર. ઉદાર = મહાન.
અર્થઃ– જેમના ચિત્તમાં ભાવ-વ્યસનોનો લેશ પણ રહેતો નથી તે અતુલ્ય
અને અપરંપાર પુરુષાર્થના ધારક હૃદયરૂપ સમુદ્રમાં ચૌદ મહારત્ન પ્રગટ કરે છે. ૩૦.
ચૌદ ભાવરત્ન (સવૈયા એકત્રીસા)
लक्ष्मी सुबुद्धि अनुभूति कउस्तुभ मनि,
वैरागकलपवृच्छ संख सुवचन है।
ऐरावत उद्दिम प्रतीति रंभा उदै विष,
कामधेनु निर्जरा सुधा प्रमोद धन है।।
ध्यान चाप प्रेमरीति मदिरा विवेक वैद्य,
सुद्धभाव चन्द्रमा तुरंगरूप मन है।
चौदह रतन ये प्रगट होंहि जहां तहां,
ग्यानके उदोत घट सिंधुकौ मथन है।। ३१।।
શબ્દાર્થઃ– સુધા = અમૃત. પ્રમોદ = આનંદ. ચાપ = ધનુષ્ય. તુરંગ = ઘોડો.
અર્થઃ– જ્યાં જ્ઞાનના પ્રકાશમાં ચિત્તરૂપ સમુદ્રનું મંથન કરવામાં આવે છે ત્યાં
સુબુદ્ધિરૂપ લક્ષ્મી, અનુભૂતિરૂપ કૌસ્તુભમણિ, વૈરાગ્યરૂપ કલ્પવૃક્ષ, સત્ય વચનરૂપ
શંખ, ઐરાવત હાથીરૂપ ઉદ્યમ, શ્રદ્ધારૂપ રંભા, ઉદયરૂપ વિષ, નિર્જરારૂપ કામધેનુ,
આનંદરૂપ અમૃત, ધ્યાનરૂપ ધનુષ્ય, પ્રેમરૂપ મદિરા, વિવેકરૂપ વૈદ્ય, શુદ્ધભાવરૂપ
ચંદ્રમા અને મનરૂપ ઘોડો-આવી રીતે ચૌદ રત્ન પ્રગટ થાય છે. ૩૧.