સાધ્ય-સાધક દ્વાર ૩૪૭
વ્યસનોના દ્રવ્ય અને ભાવરૂપ ભેદ (દોહરા)
दरवित ये सातौं विसन, दुराचार दुखधाम।
भावित अंतर कलपना, मृषा मोह परिनाम।। २८।।
અર્થઃ– આ સાતે વ્યસન જે શરીરથી સેવવામાં આવે છે તે દુરાચાર રૂપ
દ્રવ્ય-વ્યસન છે અને જૂઠા મોહ-પરિણામની અંતરંગ કલ્પના તે ભાવ-વ્યસન છે.
દ્રવ્ય અને ભાવ બન્નેય દુઃખોના ઘર છે. ૨૮.
સાત ભાવ–વ્યસનોનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
अशुभमैं हारि शुभजीति यहै दूत कर्म,
देहकी मगनताईयहै मांस भखिवौ।
मोहकी गहलसौं अजान यहै सुरापान,
कुमतिकी रीति गनिकाकौ रस चखिवौ।।
निरदै ह्वै प्रानघात करवौ यहै सिकार,
परनारी संग परबुद्धिकौ परखिवौ।
प्यारसौं पराई सौंज गहिवेकी चाह चोरी,
एई सातौं विसन बिडारैं ब्रह्म लखिवौ।। २९।।
શબ્દાર્થઃ– દૂત (દ્યૂત) = જુગાર. ગહલ = મૂર્છા. અજાન = અચેત. સુરા =
શરાબ. પાન = પીવું. ગનિકા = વેશ્યા. સૌંજ = વસ્તુ. બિડારૈં = વિદારણ કરે.
અર્થઃ– અશુભ કર્મના ઉદયમાં હાર અને શુભ કર્મના ઉદયમાં વિજય માનવો
એ ભાવ-જુગાર છે, શરીરમાં લીન થવું એ ભાવ-માંસભક્ષણ છે, મિથ્યાત્વથી
મૂર્ચ્છિત થઈને સ્વરૂપને ભૂલી જવું એ ભાવ-મદ્યપાન છે, કુબુદ્ધિના રસ્તે ચાલવું એ
ભાવ-વેશ્યાસેવન છે, કઠોર પરિણામ રાખીને પ્રાણીનો ઘાત કરવો એ ભાવશિકાર
છે, દેહાદિ પરવસ્તુમાં આત્મબુદ્ધિ રાખવી તે ભાવ-પરસ્ત્રીસંગ છે, અનુરાગપૂર્વક પર
પદાર્થોનું ગ્રહણ કરવાની અભિલાષા તે ભાવ-ચોરી છે. આ જ સાતે ભાવ-વ્યસન
આત્મજ્ઞાનનું વિદારણ કરે છે અર્થાત્ આત્મજ્ઞાન થવા દેતા નથી. ૨૯.