૩૪૬ સમયસાર નાટક
ચૂંઘા જીવનું વર્ણન (દોહરા)
चूंघा साधक मोखकौ, करै दोष दुख नास।
लहै मोख संतोषसौं, वरनौं लच्छनतास।। २५।।
અર્થઃ– ચૂંઘા જીવ મોક્ષના સાધક છે, દોષ અને દુઃખોના નાશક છે, સંતોષથી
પરિપુર્ણ રહે છે, તેના ગુણોનું વર્ણન કરું છું. ૨પ.
(દોહરા)
कृपा प्रसम संवेग दम, अस्तिभाववैराग्य।
ये लच्छन जाके हियै, सप्त व्यसनकौ त्याग।। २६।।
શબ્દાર્થઃ– કૃપા = દયા. પ્રસમ (પ્રશમ) = કષાયોની મંદતા. સંવેગ =
સંસારથી ભયભીત. દમ = ઇન્દ્રિયોનું દમન. અસ્તિભાવ (આસ્તિકય) =
જિનવચનોમાં શ્રદ્ધા. વૈરાગ્ય = સંસારથી વિરક્તિ.
અર્થઃ– દયા, પ્રશમ, સંવેગ, ઇન્દ્રિયદમન, આસ્તિકય, વૈરાગ્ય અને સાત
વ્યસનોનો ત્યાગ-આ ચૂંઘા અર્થાત્ સાધક જીવના ચિહ્ન છે. ૨૬.
સાત વ્યસનના નામ (ચોપાઈ)
जूवा आमिषमदिरा दारी।
आखेटक चोरी परनारी।।
एई सात विसन दुखदाई।
दुरित मूल दुरगतिके भाई।। २७।।
શબ્દાર્થઃ– આમિષ = માંસ. મદિરા = શરાબ. દારી = વેશ્યા. આખેટક =
શિકાર. પરનારી = પરાઈ સ્ત્રી. દુરિત = પાપ. મૂલ = જડ.
અર્થઃ– જુગાર રમવો, માંસ ખાવું, દારૂ પીવો, વેશ્યા સેવન કરવું, શિકાર
કરવો, ચોરી અને પરસ્ત્રીનું સેવન કરવું-આ સાતે વ્યસન દુઃખદાયક છે, પાપનું મૂળ
છે અને કુગતિમાં લઈ જનાર છે. ૨૭.