સાધ્ય-સાધક દ્વાર ૩૪પ
શબ્દાર્થઃ– રુચિસૌં = પ્રેમથી. પરમારથ = આત્મતત્ત્વ.
અર્થઃ– જે ગુરુના વચન પ્રેમપૂર્વક સાંભળે છે અને હૃદયમાં દુષ્ટતા નથી-ભદ્ર
છે, પણ આત્મસ્વરૂપને ઓળખતા નથી એવા મંદ કષાયી જીવ સૂંઘા છે. ૨૧.
ઊંઘા જીવનું લક્ષણ (દોહરા)
जाकौं विकथा हित लगै, आगम अंग अनिष्ट।
सो ऊंघा विषयी विकल, दुष्ट रुष्टपापिष्ट।। २२।।
શબ્દાર્થઃ– વિકથા = ખોટી વાર્તા. અનિષ્ટ = અપ્રિય. દુષ્ટ = દ્વેષી. રુષ્ટ =
ક્રોધી. પાપિષ્ટ = અધર્મી.
અર્થઃ– જેને સત્શાસ્ત્રનો ઉપદેશ તો અપ્રિય લાગે છે અને વિકથાઓ પ્રિય
લાગે છે તે વિષયાભિલાષી, દ્વેષી-ક્રોધી અને અધર્મી જીવ ઊંધા છે. ૨૨.
ઘૂંઘા જીવનું લક્ષણ (દોહરા)
जाकै वचन श्रवन नहीं, नहि मन सुरति विराम।
जड़तासौं जड़वत भयौ, घूंघा ताकौ नाम।। २३।।
શબ્દાર્થઃ– સુરતિ = સ્મૃતિ. વિરામ = અવ્રતી.
અર્થઃ– વચન રહિત અર્થાત્ એકેન્દ્રિય, શ્રવણરહિત અર્થાત્ દ્વિ, ત્રિ,
ચતુરિન્દ્રિય, મનરહિત અર્થાત્ અસંજ્ઞી પંચેન્દ્રિય અને અવ્રતી અજ્ઞાની જીવ જે
જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી જડ થઈ ગયા છે તે ઘૂંઘા છે. ૨૩.
ઉપર્યુક્ત પાંચ પ્રકારના જીવોનું વિશેષ વર્ણન (ચોપાઈ)
डूंघा सिद्ध कहै सब कोऊ।
सूंघा ऊंघा मूरखदोऊ।।
घूंघा घोर विकल संसारी।
चूंघा जीव मोख अधिकारी।। २४।।
અર્થઃ– ડૂંઘા જીવને સર્વ કોઈ સિદ્ધ કહે છે, સૂંઘા અને ઊંઘા બંને મૂર્ખ છે,
ઘૂંઘા ઘોર સંસારી છે અને ચૂંઘા જીવ મોક્ષના પાત્ર છે. ૨૪.