સાધ્ય-સાધક દ્વાર ૩પ૯
છે. જોકે તે એક ક્ષણમાં શુદ્ધ, અશુદ્ધ અને શુદ્ધાશુદ્ધ એવા ત્રણરૂપે છે તોપણ આ
ત્રણે રૂપોમાં તે અખંડ ચૈતન્યશક્તિથી સર્વાંગ સમ્પન્ન છે. આ જ સ્યાદ્વાદ છે, આ
સ્યાદ્વાદનો મર્મ સ્યાદ્વાદી જ જાણે છે, જે મૂર્ખ હૃદયના આંધળા છે તે આ અર્થ
સમજતા નથી.
निहचै दरवद्रिष्टि दीजै तब एक रूप,
गुन परजाइ भेद भावसौं बहुत है।
असंख्य परदेस संजुगत सत्ता परमान,
ग्यानकी प्रभासौं लोका लोक मानयुत है।।
परजै तरंगनिके अंग छिनभंगुर है,
चेतना सकतिसौं अखंडित अचुत है।
सो है जीव जगत विनायक जगतसार,
जाकी मौज महिमा अपार अदभुत है।। ४९।।
શબ્દાર્થઃ– ભેદભાવ = વ્યવહારનય. સંજુગત (સંયુક્ત) = સહિત. જુત
(યુક્ત) = સહિત. અચુત = અચળ. વિનાયક = શિરોમણિ. મૌજ = સુખ.
અર્થઃ– આત્મા નિશ્ચયનય અને દ્રવ્યદ્રષ્ટિથી એકરૂપ છે, ગુણપર્યાયોના ભેદ
અર્થાત્ વ્યવહારનયથી અભેદરૂપ છે. અસ્તિત્વની દ્રષ્ટિથી નિજ ક્ષેત્રાવગાહમાં સ્થિત
છે, પ્રદેશોની દ્રષ્ટિએ લોક-પ્રમાણ અસંખ્યપ્રદેશી છે, જ્ઞાયકદ્રષ્ટિએ ૧લોકાલોક પ્રમાણ
છે. પર્યાયોની દ્રષ્ટિએ ક્ષણભંગુર છે, અવિનાશી ચેતનાશક્તિની દ્રષ્ટિએ નિત્ય છે. તે
જીવ જગતમાં શ્રેષ્ઠ અને સાર પદાર્થ છે, તેના સુખગુણનો મહિમા અપરંપાર અને
અદ્ભુત છે. ૪૯.
_________________________________________________________________
૧. લોક અને અલોકમાં તેના જ્ઞાનની પહોંચ છે.
इतो गतमनेकतां दधदितः सदाप्येकता–
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्।
इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजै–
रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम्।। १०।।