ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૬૯
અર્થઃ– ગુણસ્થાનોના ચૌદ મુખ્ય નામ બતાવ્યા, હવે પાંચ પ્રકારના
મિથ્યાત્વનું વર્ણન કરે છે. ૯.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં પાંચ પ્રકારના મિથ્યાત્વનો ઉદય રહે છે. (સવૈયા એકત્રીસા)
प्रथम एकांत नाम मिथ्यात अभिग्रहीत,
दूजौ विपरीत अभिनिवेसिक गोतहै।
तीजौ विनै मिथ्यात अनाभिग्रह नाम जाकौ,
चौथौ संसै जहां चित्त भौंरकौसौ पोत है।।
पांचमौ अग्यान अनाभोगिक गहलरूप,
जाकै उदै चेतन अचेतसौ होत है।
एई पांचौं मिथ्यात जीवकौं जगमैं भ्रमावैं,
इनकौ विनास समकितकौ उदोतहै।। १०।।
શબ્દાર્થઃ– ગોત = નામ. ભૌંર = વમળ. પોત = વહાણ. ગહલ =
અચેતનપણું. ઉદોત = પ્રગટ થવું.
અર્થઃ– પહેલું અભિગ્રહીત અર્થાત્ એકાંત મિથ્યાત્વ છે, બીજું અભિનિવેશિક
અર્થાત્ વિપરીત મિથ્યાત્વ છે, ત્રીજું અનાભિગ્રહ અર્થાત્ વિનય મિથ્યાત્વ છે, ચોથું
ચિત્તને વમળમાં પડેલા વહાણની જેમ ડામાડોળ કરનાર સંશય મિથ્યાત્વ છે, પાંચમું
અનાભોગિક અર્થાત્ અજ્ઞાન મિથ્યાત્વ સર્વથા અસાવધાનીની મૂર્તિ છે. આ પાંચેય
મિથ્યાત્વ જીવને સંસારમાં ભ્રમણ કરાવે છે અને એનો નાશ થવાથી સમ્યગ્દર્શન
પ્રગટ થાય છે. ૧૦.
એકાંત મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
जो इकंत नय पच्छ गहि, छकै कहावै दच्छ।
सो इकंतवादी पुरुष, मृषावंत परतच्छ।। ११।।
શબ્દાર્થઃ– મૃષાવંત = જૂઠો. પરતચ્છ (પ્રત્યક્ષ) = સાક્ષાત્.