૩૭૨ સમયસાર નાટક
અર્થઃ– આ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ કહ્યું, હવે સંક્ષેપમાં સાસાદન
ગુણસ્થાનનું કથન કરું છું. ૧૯.
સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
जैसैं कोऊ छुधित पुरुष खाइ खीर खांड,
वौन करै पीछेकौलगार स्वाद पावै है।
तैसैं चढ़ि चौथै पांचए कै छठ्ठे गुनथान,
काहू उपसमीकौ कषाय उदै आवै है।।
ताही समै तहांसौं गिरै प्रधान दसा त्यागी,
मिथ्यात अवस्थाकौ अधोमुख ह्वै धावै है।
बीचि एक समै वा छ आवली प्रवांन रहै,
सोई सासादानगुणथानक कहावै है।। २०।।
શબ્દાર્થઃ– ખાંડ = સાકર. વૌન = વમન. પ્રધાન = ઊંચી. અધોમુખ =
નીચે. આવલી = અસંખ્ય સમયની એક આવલી થાય છે.
અર્થઃ– જેવી રીતે કોઈ ભૂખ્યો માણસ સાકરમિશ્રિત ખીર ખાય અને વમન
થયા પછી તેનો કિંચિત્માત્ર સ્વાદ લેતો રહે, તેવી જ રીતે ચોથા, પાંચમા, છઠ્ઠા
ગુણસ્થાન સુધી ચઢેલા કોઈ ઉપશમસમ્યક્ત્વીને કષાયનો ઉદય થાય છે તો તેજ
સમયે ત્યાંથી મિથ્યાત્વમાં પડે છે, તે પડતી દશામાં એક સમય અને અધિકમાં
અધિક છ આવલી સુધી જે સમ્યક્ત્વનો કિંચિત્ સ્વાદ મળે છે તે સાસાદન
ગુણસ્થાન છે.
વિશેષઃ– અહીં અનંતાનુબંધીની ચોકડીમાંથી કોઈ એકનો ઉદય રહે છે. ૨૦.
ત્રીજું ગુણસ્થાનક કહેવાની પ્રતિજ્ઞા (દોહરા)
सासादन गुणथान यह,भयौ समापत बीय।
मिश्रनाम गुणथान अब, वरनन करूं तृतीय।। २१।।