ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭૧
શબ્દાર્થઃ– સુરત = ભાન, રંચ = જરાપણ. ગહલ = અચેતનપણું.
અર્થઃ– જેને શારીરિક કષ્ટના ઉદ્વેગથી જરાપણ ભાન (રહ્યું) નથી અને સદૈવ
તત્ત્વજ્ઞાનથી અજાણ રહે છે, તે જીવ અજ્ઞાની છે, પશુ સમાન છે. ૧પ.
મિથ્યાત્વના બે ભેદ (દોહરા)
पंच भेद मिथ्यातके, कहैजिनागम जोइ।
सादि अनादि सरूप अब, कहूं अवस्था दोइ।। १६।।
અર્થઃ– જૈનશાસ્ત્રોમાં જે પાંચ પ્રકારના મિથ્યાત્વનું વર્ણન કર્યું છે તેના સાદિ
અને અનાદિ બન્નેનું સ્વરૂપ કહું છું. ૧૬.
સાદિ મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
जो मिथ्या दल उपसमै, ग्रंथि भेदि बुध होइ।
फिर आवै मिथ्यातमैं, सादि मिथ्याती सोइ।। १७।।
અર્થઃ– જે જીવ દર્શનમોહનીયના દળને અર્થાત્ મિથ્યાત્વ, સમ્યક્-મિથ્યાત્વ
અને સમ્યક્-પ્રકૃતિને ઉપશમ કરીને મિથ્યાત્વ ગુણસ્થાનથી ચઢીને સમ્યક્ત્વનો સ્વાદ
લે છે અને પછી મિથ્યાત્વમાં પડે છે તે સાદિ મિથ્યાત્વી છે. ૧૭.
અનાદિ મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
जिनि ग्रंथी भेदी नहीं, ममता मगन सदीव।
सो अनादि मिथ्यामती, विकल बहिर्मुख जीव।। १८।।
શબ્દાર્થઃ– વિકલ = મૂર્ખ. બહિર્મુખ = પર્યાયબુદ્ધિ.
અર્થઃ– જેણે મિથ્યાત્વનો કદી અનુદય નથી કર્યો, જે સદા શરીરાદિમાં
અહંબુદ્ધિ રાખતો આવ્યો છે તે મૂર્ખ આત્મજ્ઞાનથી શૂન્ય અનાદિ-મિથ્યાત્વી છે. ૧૮.
સાસાદન ગુણસ્થાનનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા)
कह्यौ प्रथम गुनथान यह, मिथ्यामत अभिधान।
करूं १अलपवरनन अबै, सासादन गुनथान।। १९।।
_________________________________________________________________
૧. ‘અલપરૂપ અબ બરનવૌ’ એવો પણ પાઠ છે.