ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭પ
સમ્યક્ત્વના આઠ વિવરણ (દોહરા)
समकित उतपति चिहन गुन, भूषन दोष विनास।
अतीचार जुत अष्ट विधि, बरनौं विवरन तास।। २६।।
અર્થઃ– સમ્યક્ત્વનું સ્વરૂપ, ઉત્પત્તિ, ચિહ્ન, ગુણ, ભૂષણ, દોષ, નાશ અને
અતિચાર;- આ સમ્યક્ત્વના આઠ વિવરણ છે. ૨૬.
(૧) સમ્યક્ત્વનું સ્વરૂપ (ચોપાઈ)
सत्यप्रतीति अवस्था जाकी।
दिन दिन रीतिगहै समताकी।।
छिन छिन करै सत्यकौ साकौ।
समकित नाम कहावै ताकौ।। २७।।
અર્થઃ– આત્મસ્વરૂપની સત્ય પ્રતીતિ થવી, દિન-પ્રતિદિન સમતાભાવમાં
ઉન્નતિ થવી અને ક્ષણે-ક્ષણે પરિણામોની વિશુદ્ધિ થવી એનું જ નામ સમ્યગ્દર્શન છે.
૨૭.
(૨) સમ્યક્ત્વની ઉત્પત્તિ (દોહરા)
कै तौ सहज सुभाउ कै, उपदेसै गुरु कोइ।
चहुंगति सैनी जीउकौ, सम्यकदरसन होइ।। २८।।
અર્થઃ– ચારેય ગતિમાં સંજ્ઞી જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે પોતાની
મેળે અર્થાત્ નિસર્ગજ અને ગુરુના ઉપદેશથી અર્થાત્ અધિગમજ થાય છે. ૨૮.
(૩) સમ્યક્ત્વના ચિહ્ન (દોહરા)
आपा परिचै निज विषै, उपजै नहिं संदेह।
सहज प्रपंच रहित दसा, समकित लच्छन एह।। २९।।
અર્થઃ– પોતામાં જ આત્મ-સ્વરૂપનો પરિચય થાય છે, કદી સંદેહ ઊપજતો
નથી અને છળ-કપટરહિત વૈરાગ્યભાવ રહે છે, એ જ સમ્યગ્દર્શનનું ચિહ્ન છે. ૨૯.