૩૭૬ સમયસાર નાટક
(૪) સમ્યગ્દર્શનના આઠ ગુણ (દોહરા)
करुना वच्छल सुजनता, आतम निंदा पाठ।
समता भगति विरागता, धरमराग गुन आठ।। ३०।।
અર્થઃ– કરુણા, મૈત્રી, સજ્જનતા, સ્વ-લઘુતા, સમતા, શ્રદ્ધા, ઉદાસીનતા અને
ધર્માનુરાગ-આ સમ્યક્ત્વના આઠ ગુણ છે. ૩૦.
(પ) સમ્યક્ત્વના પાંચ ભૂષણ (દોહરા)
चित प्रभावना भावजुत, हेय उपादै वानि।
धीरज हरख प्रवीनता, भूषन पंच बखानि।। ३१।।
અર્થઃ– જૈનધર્મની પ્રભાવના કરવાનો અભિપ્રાય, હેય-ઉપાદેયનો વિવેક,
ધીરજ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો હર્ષ અને તત્ત્વ-વિચારમાં ચતુરાઈ; આ પાંચ
સમ્યગ્દર્શનના ભૂષણ છે.૩૧.
(૬) સમ્યગ્દર્શન પચ્ચીસ દોષ વર્જિત હોય છે. (દોહરા)
अष्ट महामद अष्ट मल, षट आयतन विशेष।
तीन मूढ़ता संजुगत, दोषपचीसौं एष।। ३२।।
અર્થઃ– આઠ મદ, આઠ મળ, છ અનાયતન અને ત્રણ મૂઢતા-આ બધા
મળીને પચ્ચીસ દોષ છે. ૩૨.
આઠ મહામદના નામ (દોહરા)
जाति लाभ कुल रूप तप, बल विद्या अधिकार।
इनकौगरब जु कीजिये, यह मद अष्ट प्रकार।। ३३।।
અર્થઃ– જાતિ, ધન, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને અધિકાર;-એનો ગર્વ
કરવો એ આઠ પ્રકારના મહામદ છે. ૩૩.
આઠ મળના નામ (ચોપાઈ)
आसंका अस्थिरता वांछा।
ममता द्रिष्टि दसा १दुरगंछा।।