ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭૭
वच्छल रहित दोष पर भाखै।
चित प्रभावनामांहि न राखै।। ३४।।
અર્થઃ– જિન-વચનમાં સંદેહ, આત્મ-સ્વરૂપમાંથી ડગવું, વિષયોની
અભિલાષા, શરીરાદિમાં મમત્વ, અશુચિમાં ગ્લાનિ, સહધર્મીઓ પ્રત્યે દ્વેષ,
બીજાઓની નિંદા, જ્ઞાનની વૃદ્ધિ આદિ ધર્મ-પ્રભાવનાઓમાં પ્રમાદ;-આ આઠ મળ
સમ્યગ્દર્શનને દૂષિત કરે છે. ૩૪.
છ અનાયતન (દોહરા)
कुगुरु कुदेव कुधर्म धर, कुगुरु कुदेव कुधर्म।
इनकी करै सराहना, यह षडायतन कर्म।। ३५।।
અર્થઃ– કુગુરુ, કુદેવ, કુધર્મના ઉપાસકો અને કુગુરુ, કુદેવ, કુધર્મની પ્રશંસા
કરવી એ છ અનાયતન છે. ૩પ.
ત્રણ મૂઢતાના નામ અને પચ્ચીસ દોષોનો સરવાળો (દોહરા)
देवमूढ, गुरुमूढता, धर्ममूढता पोष।
आठ आठ षट तीन मिलि, ए पचीस सब दोष।। ३६।।
અર્થઃ– દેવમૂઢતા અર્થાત્ સાચા દેવનું સ્વરૂપ ન જાણવું તે, ગુરુમૂઢતા અર્થાત્
નિર્ગ્રન્થ મુનિનું સ્વરૂપ ન સમજવું અને ધર્મમૂઢતા અર્થાત્ જિનભાષિત ધર્મનું સ્વરૂપ
ન સમજવું; આ ત્રણ મૂઢતા છે. આઠ મદ, આઠ મળ, છ અનાયતન અને ત્રણ
મૂઢતા-આ બધા મળીને પચ્ચીસ દોષ થયા. ૩૬.
(૭) પાંચ કારણોથી સમ્યક્ત્વનો વિનાશ થાય છે. (દોહરા)
ग्यान गरब मति मंदता, निठुर वचन उदगार।
रुद्रभाव आलस दसा, नास पंच परकार।। ३७।।
અર્થઃ– જ્ઞાનનું અભિમાન, બુદ્ધિની હીનતા, નિર્દય વચનો બોલવા, ક્રોધી
પરિણામ અને પ્રમાદ-આ પાંચ સમ્યક્ત્વના ઘાતક છે. ૩૭.