૩૭૮ સમયસાર નાટક
(૮) સમ્યગ્દર્શનના પાંચ અતિચાર (દોહરા)
लोक हास भय भोग रुचि, अग्र सोच थिति मेव।
मिथ्या आगमकी भगति, मृषा दर्सनी सेव।। ३८।।
અર્થઃ– લોક-હાસ્યનો ભય, અર્થાત્ સમ્યક્ત્વરૂપ પ્રવૃત્તિ કરવામાં લોકોની
મશ્કરીનો ભય, ઇન્દ્રિયના વિષય ભોગવવામાં અનુરાગ, આગામીકાળની ચિંતા,
કુશાસ્ત્રોની ભક્તિ, અને કુદેવોની સેવા; આ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે. ૩૮.
(ચોપાઈ)
अतीचार ए पंच परकारा।
समल करहिं समकितकी धारा।।
दूषन भूषन गति अनुसरनी।
दसा आठ समकितकी वरनी।। ३९।।
અર્થઃ– આ પાંચ પ્રકારના અતિચાર સમ્યગ્દર્શનની ઉજ્જવળ પરિણતિને
મલિન કરે છે. અહીં સુધી સમ્યગ્દર્શનને સદોષ અને નિર્દોષ દશા પ્રાપ્ત કરાવનાર
આઠ વિવેચનોનું વર્ણન કર્યું. ૩૯.
મોહનીય કર્મની સાત પ્રકૃતિઓના અનુદયથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. (દોહરા)
प्रकृति सात अब मोहकी, कहूं जिनागम १जोइ।
जिनकौ उदै निवारिकै, सम्यग्दरसन होइ।। ४०।।
અર્થઃ– મોહનીય કર્મની જે સાત પ્રકૃતિઓના અનુદયથી સમ્યગ્દર્શન પ્રગટ
થાય છે, તેમનું જિનશાસન અનુસાર કથન કરું છું. ૪૦.
મોહનીય કર્મની સાત પ્રકૃતિઓના નામ (સવૈયા એકત્રીસા)
चारित मोहकी च्यारि मिथ्यातकी तीन तामैं,
प्रथम प्रकृति अनंतानुबंधी कोहनी।
_________________________________________________________________
૧. જોઈને.