ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭૯
बीजी महा–मानरसभीजी मायामयी तीजी,
चौथी महालोभ दसापरिग्रह पोहनी।।
पाँचईं मिथ्यातमति छठ्ठी मिश्रपरनति,
सातईं समै प्रकृति समकित मोहनी।
एई षट विगवनितासी एक कुतियासी,
सातौं मोहप्रकृति कहावैं सत्ता रोहनी।। ४१।।
શબ્દાર્થઃ– ચારિત્રમોહ = જે આત્માના ચારિત્ર ગુણોનો ઘાત કરે.
અનંતાનુબંધી = જે આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને ઘાતે-અનંત સંસારના
કારણભૂત મિથ્યાત્વની સાથે જેમનો બંધ થાય છે. કોહની = ક્રોધ. પોહની = પુષ્ટ
કરનારી. વિગવનિતા = વાઘણ. કુતિયા = કૂતરી અથવા કર્કશા સ્ત્રી. રોહની =
ઢાંકનારી.
અર્થઃ– સમ્યક્ત્વની ઘાતક ચારિત્રમોહનીયની ચાર, અને દર્શનમોહનીયની
ત્રણ એવી સાત પ્રકૃતિઓ છે. તેમાંથી પહેલી અનંતાનુબંધી ક્રોધ, બીજી અભિમાનના
રંગમાં રંગાયેલી અનંતાનુબંધી માન, ત્રીજી અનંતાનુબંધી માયા, ચોથી પરિગ્રહને
પુષ્ટ કરનારી અનંતાનુબંધી લોભ, પાંચમી મિથ્યાત્વ, છઠ્ઠી મિશ્રમિથ્યાત્વ અને
સાતમી સમ્યક્ત્વમોહનીય છે. આમાંથી છ પ્રકૃતિઓ વાઘણ સમાન સમ્યક્ત્વની
પાછળ પડીને ભક્ષણ કરનારી છે અને સાતમી કૂતરી અથવા કર્કશા સ્ત્રી સમાન
સમ્યક્ત્વને સકંપ અથવા મલિન કરનાર છે. આ રીતે આ સાતેય પ્રકૃતિઓ
સમ્યક્ત્વના સદ્ભાવ રોકે છે. ૪૧.
સમ્યક્ત્વોના નામ (છપ્પા)
सात प्रकृति उपसमहि, जासु सो उपसम मंडित।
सात प्रकृति छय करन–हार छायिकी अखंडित।।
सातमांहि कछु खपैं, कछुक उपसम करि रक्खै।
सो छय उपसमवंत, मिश्र समकित रस रक्खै।।
षट प्रकृति उपसमै वा खपैं, अथवा छय उपसम करै।
सातईं प्रकृति जाके उदय, सो वेदक समकित धरै।। ४२।।