૩૮૦ સમયસાર નાટક
શબ્દાર્થઃ– અખંડિત = અવિનાશી, ચકખૈ = સ્વાદ લે. ખપૈં = ક્ષય કરે.
અર્થઃ– જે ઉપર કહેલી સાતેય પ્રકૃતિઓને ઉપશમાવે છે તે ઔપશમિક
સમ્યગ્દ્રષ્ટિ છે. સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરનાર ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ છે, આ સમ્યક્ત્વ
કદી નષ્ટ થતું નથી. સાત પ્રકૃતિઓમાંથી કેટલીકનો ક્ષય થાય અને કેટલીકનો
ઉપશમ થાય તો તે ક્ષયોપશમ સમ્યગ્દ્રષ્ટિ છે, તેને સમ્યક્ત્વનો મિશ્રરૂપ સ્વાદ મળે
છે. છ પ્રકૃતિઓનો ઉપશમ હોય અથવા ક્ષય હોય અથવા કોઈનો ક્ષય અને કોઈનો
ઉપશમ હોય, કેવળ સાતમી પ્રકૃતિ સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોય તો તે વેદક
સમ્યક્ત્વધારી હોય છે. ૪૨.
સમ્યક્ત્વના નવ ભેદોનું વર્ણન (દોહરા)
छयउपसम वरतै त्रिविधि, वेदक च्यारि प्रकार।
छायक उपसम जुगल जुत, नौधा समकित धार।। ४३।।
શબ્દાર્થઃ– ત્રિવિધિ = ત્રણ પ્રકારનું. જુગલ = બે. જુત = સહિત.
અર્થઃ– ક્ષયોપશમ સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું છે, વેદક સમ્યક્ત્વ ચાર પ્રકારનું છે
અને ઉપશમ તથા ક્ષાયિક એ બે ભેદ બીજા મેળવવાથી સમ્યક્ત્વના નવ ભેદ થાય
છે. ૪૩.
ક્ષયોપશમ સમ્યક્ત્વના ત્રણ ભેદોનું વર્ણન (દોહરા)
च्यारि खिपै त्रय उपसमै, पन छै उपसम दोइ।
छै षट् उपसम एक यौं, छयउपसम त्रिक होइ।। ४४।।
અર્થઃ– (૧) ચારનો૧ અને ત્રણનો૨ ઉપશમ, (૨) પાંચનો૩ ક્ષય બેનો૪
ઉપશમ, (૩) છનોપ ક્ષય એકનો ઉપશમ- આ રીતે ક્ષયોપશમ-સમ્યક્ત્વના ભેદ છે.
૪૪.
_________________________________________________________________
૧. અનંતાનુબંધીની ચોકડી. ૨. દર્શનમોહનીયનો ત્રિક.
૩. અનંતાનુબંધી ચોકડી અને મહામિથ્યાત્વ.
૪. મિશ્રમિથ્યાત્વ અને સમ્યક્પ્રકૃતિ.
પ. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર.