ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૧
વેદક સમ્યક્ત્વના ચાર ભેદ (દોહરા)
जहां च्यारी परकिति खिपहिं, द्वै उपसम इक वेद।
छय–उपसम वेदक दसा, तासु प्रथम यह भेद।। ४५।।
पंच खिपैं इक उपसमै, इक वेदै जिहि ठौर।
सो छय–उपसम वेदकी, दसा दुतिय यह और।। ४६।।
छै षट वेदै एक जौ, छायक वेदक सोइ।
षट उपसम इक प्रकृति विद,उपसम वेदक होइ।। ४७।।
અર્થઃ– (૧) જ્યાં ૧ચાર પ્રકૃતિઓનો ક્ષય ૨બેનો ઉપશમ અને ૩એકનો ઉદય
છે તે પ્રથમ ક્ષયોપશમવેદક સમ્યક્ત્વ છે, (૨) જ્યાં ૪પાંચ પ્રકૃતિઓનો ક્ષય પએકનો
ઉપશમ અને એકનો ઉદય છે તે બીજું ક્ષયોપશમવેદક સમ્યક્ત્વ છે, (૩) જ્યાં ૬છ
પ્રકૃતિઓનો ક્ષય અને એકનો ઉદય છે તે ક્ષાયિકવેદક સમ્યક્ત્વ છે, (૪) જ્યાં ૭છ
પ્રકૃતિઓનો ઉપશમ અને એકનો ઉદય છે તે ઉપશમવેદક સમ્યક્ત્વ છે. ૪પ. ૪૬.
૪૭.
અહીં ક્ષાયિક અને ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ ન કહેવાનું કારણ (દોહરા)
उपसम छायककी दसा, पूरव षटपदमांहि।
कही प्रगट अब पुनरुकति, कारन वरनी नांहि।। ४८।।
શબ્દાર્થઃ– પુનરુકતિ (પુનરુક્તિ) = વારંવાર કહેવું.
અર્થઃ– ક્ષાયિક અને ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ પહેલાં ૪૨મા છપ્પા છંદમાં
કહેલું છે, તેથી પુનરુક્તિ દોષના કારણે અહીં લખ્યું નથી. ૪૮.
નવ પ્રકારના સમ્યક્ત્વોનું વિવરણ (દોહરા)
छय–उपसम वेदक खिपक, उपसम समकित च्यारि।
तीन च्यारिइक इक मिलत, सब नव भेद विचारि।। ४९।।
_________________________________________________________________
૧. અનંતાનુબંધીની ચોકડી. ૨. મહામિથ્યાત્વ અને મિશ્ર. ૩. સમ્યક્ પ્રકૃતિ.
૪. અનંતાનુબંધી ચોકડી અને મહામિથ્યાત્વ. પ. મિશ્ર. ૬. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને
મિશ્ર. ૭. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર.