૩૮૨ સમયસાર નાટક
અર્થઃ– ક્ષયોપશમસમ્યક્ત્વ ત્રણ પ્રકારનું, વેદકસમ્યક્ત્વ ચાર પ્રકારનું અને
ઉપશમ સમ્યક્ત્વ એક તથા ક્ષાયિકસમ્યક્ત્વ એક, -આ રીતે સમ્યક્ત્વના મૂળ ભેદ
ચાર અને ઉત્તર ભેદ નવ છે. ૪૯.
પ્રતિજ્ઞા (સોરઠા)
अब निहचै विवहार, अरु सामान्य विशेष विधि।
कहौं च्यारि परकांर, रचना समकित भूमिकी।। ५०।।
અર્થઃ– સમ્યક્ત્વ-સત્તાની નિશ્ચય, વ્યવહાર, સામાન્ય અને વિશેષ-એવી ચાર
વિધિ કહે છે. પ૦.
સમ્યક્ત્વના ચાર પ્રકાર (સવૈયા એકત્રીસા)
मिथ्यामति–गंठि–भेदि जगी निरमल जोति,
जोगसौं अतीत सो तो निहचै प्रमानियै।
वहै दुंद दसासौं कहावै जोग मुद्रा धरै,
मति श्रुतग्यान भेदविवहार मानियै।।
चेतना चिहन पहिचानि आपा पर वेदै,
पौरुष अलख तातैं सामान्य बखानियै।
करै भेदोभेदकौ विचार विसतार रूप,
हेय गेय उपादेयसौं विशेषजानियै।। ५१।।
શબ્દાર્થઃ– ગંઠિ (ગ્રંથિ) = ગાંઠ. ભેદિ = નષ્ટ કરીને. અતીત = રહિત.
દુંદદસા = સવિકલ્પપણું.
અર્થઃ– મિથ્યાત્વ નષ્ટ થવાથી મન વચન કાયથી અગોચર જે આત્માની
નિર્વિકાર શ્રદ્ધાનની જ્યોતિ પ્રકાશિત થાય છે, તેને નિશ્ચય-સમ્યક્ત્વ જાણવું જોઈએ.
જેમાં યોગ, મુદ્રા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિના વિકલ્પ છે, તેને વ્યવહારસમ્યક્ત્વ
જાણવું. જ્ઞાનની અલ્પ શક્તિને કારણે ચેતના-ચિહ્નના ધારક આત્માને ઓળખીને
નિજ અને પરનું સ્વરૂપ જાણવું તે સામાન્ય સમ્યક્ત્વ છે અને હેય જ્ઞેય ઉપાદેયના
ભેદાભેદ સવિસ્તારપણે સમજવા તે વિશેષ સમ્યક્ત્વ છે.પ૧.