Natak Samaysar (Gujarati). Gatha: 52-54.

< Previous Page   Next Page >


Page 383 of 444
PDF/HTML Page 410 of 471

 

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૩
ચોથા ગુણસ્થાનના વર્ણનનો ઉપસંહાર (સોરઠા)
थिति सागर तेतीस, अंतर्मुहूरत एक वा।
अविरतसमकित रीति, यह चतुर्थ गुनथान इति।। ५२।।
અર્થઃ– અવ્રત સમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસસાગર અને
જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આ ચોથા ગુણસ્થાનનું કથન સમાપ્ત થયું. પ૨.
અણુવ્રત ગુણસ્થાનનું વર્ણન પ્રતિજ્ઞા (દોહરા)
अब वरनौं इकईस गुन, अरु बावीस अभक्ष।
जिनके
संग्रह त्यागसौं, सोभै श्रावक पक्ष।। ५३।।
અર્થઃ– જે ગુણોના ગ્રહણ કરવાથી અને અભક્ષ્યોના ત્યાગથી શ્રાવકને પાંચમું
ગુણસ્થાન સુશોભિત થાય છે, એવા એકવીસ ગુણો અને બાવીસ અભક્ષ્યોનું વર્ણન
કરું છું.પ૩.
શ્રાવકના એકવીસ ગુણ (સવૈયા એકત્રીસા)
लज्जावंत दयावंत प्रसंत प्रतीतवंत,
परदोषकौ ढकैया पर–उपगारी है।
सौमद्रष्टी गुनग्राही गरिष्ट सबकौं इष्ट,
शिष्टपक्षी मिष्टवादी दीरघ विचारीहै।।
विशेषग्य रसग्य कृतग्य तग्य धरमग्य,
न दीन न अभिमानी मध्य विवहारी है।
सहज विनीत पापक्रियासौं अतीत ऐसौ,
श्रावक पुनीत इकवीस गुनधारी है।। ५४।।
શબ્દાર્થઃ– પ્રસંત = મંદકષાયી. પ્રતીતવંત = શ્રદ્ધાળુ. ગરિષ્ટ = સહનશીલ.
ઇષ્ટ = પ્રિય. શિષ્ટ પક્ષી = સત્યપક્ષમાં સહમત. દીરઘ વિચારી = આગળથી
વિચારનાર. વિશેષજ્ઞ = અનુભવી. રસજ્ઞ = મર્મ જાણનાર. કૃતજ્ઞ = બીજાના
ઉપકારને નહિ ભૂલનાર. મધ્ય વ્યવહારી = દીનતા અને અભિમાન રહિત. વિનીત
= નમ્ર. અતીત = રહિત.