૩૮૪ સમયસાર નાટક
અર્થઃ– લજ્જા, દયા, મંદ કષાય, શ્રદ્ધા, બીજાના દોષ ઢાંકવા, પરોપકાર,
સૌમ્યદ્રષ્ટિ, ગુણગ્રાહકપણું, સહનશીલતા, સર્વપ્રિયતા, સત્યપક્ષ, મિષ્ટ વચન, દીર્ઘદ્રષ્ટિ,
વિશેષજ્ઞાન, શાસ્ત્રજ્ઞાનનું મર્મજ્ઞપણું, કૃતજ્ઞતા, તત્ત્વજ્ઞાનીપણું, ધર્માત્માપણું, ન દીન કે
ન અભિમાની મધ્યવ્યવહારી, સ્વાભાવિક વિનયવાન, પાપાચરણથી રહિતપણું, -
આવા એકવીસ પવિત્ર ગુણોનું શ્રાવકોએ ગ્રહણ કરવું જોઈએ. પ૪.
બાવીસ અભક્ષ્ય (કવિત્ત)
ओरा घोरबरा निसिभोजन,
बहुबीजा बैंगन संधान।
पीपर बर ऊमर कठूंबर,
पाकर जो फल होइ अजान।।
कंदमूल माटी विष आमिष,
मधु माखन अरु मदिरापान।
फल अति तुच्छ तुसार चलित रस,
जिनमत ए बाईसअखान।। ५५।।
શબ્દાર્થઃ– ઘોરબરા = દ્વિદળ. નિસિભોજન = રાત્રે આહાર કરવો. સંધાન =
અથાણું, મુરબ્બો. આમિષ = માંસ. મધુ = મધ. મદિરા = દારૂ. અતિ તુચ્છ = બહુ
ઝીણા. તુષાર = બરફ. ચલિત રસ = જેનો સ્વાદ બગડી ગયો હોય. અખાન =
અભક્ષ્ય.
અર્થઃ– (૧) કરા (૨) દ્વિદળ૧ (૩) રાત્રિભોજન (૪) ઘણા બીજવાળી
વસ્તુ૨ (પ) રીંગણા (૬) અથાણું, મુરબ્બા (૭) પેપા (૮) વડના ટેટા (૯)
ઊમરડાના ફળ (૧૦) કઠૂમર (૧૧) પાકરના ફળ (૧૨) ૩અજાણ્યા ફળ (૧૩)
કંદમૂળ (૧૪) માટી (૧પ) વિષ (૧૬) માંસ (૧૭) મધ (૧૮) માખણ (૧૯)
દારૂ (૨૦) અતિસૂક્ષ્મ ફળ (૨૧) બરફ (૨૨) ઉતરી ગયેલા-બેસ્વાદ રસવાળી
વસ્તુ, -આ બાવીસ અભક્ષ્ય જૈનમતમાં કહ્યા છે. પપ.
_________________________________________________________________
૧. જે અનાજની બે દાળ થાય છે તેમાં ઠંડુ દૂધ, દહીં, છાશ વગેરે મેળવીને ખાવાથી અભક્ષ્ય થાય છે.
૨. ‘જિન બહુબીજનકે ઘર નાહિં, તે સબ બહુબીજા કહલાહિં’-ક્રિયાકોશ.
૩. જેને ઓળખતા ન હોય તે ફળ.