ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૭
(ચોપાઈ)
जो अरि मित्र समान विचारै।
आरत रौद्र कुध्याननिवारै।।
संयम सहित भावना भावै।
सो सामायिकवंत कहावै।। ६२।।
શબ્દાર્થઃ– દર્વવિધિ = બાહ્ય ક્રિયા-આસન, મુદ્રા, પાઠ, શરીર અને વચનની
સ્થિરતા આદિની સાવધાની. ભાવ વિધિ = મનની સ્થિરતા અને પરિણામોમાં
સમતાભાવ રાખવા. પ્રતિજ્ઞા = આખડી. અરિ = શત્રુ. કુધ્યાન = ખોટા વિચાર.
નિવારૈ = દૂર કરે.
અર્થઃ– મનમાં સમયની પ્રતિજ્ઞાપૂર્વક દ્રવ્ય અને ભાવવિધિ સહિત, એક મુહૂર્ત
અર્થાત્ ૧બે ઘડી સુધી મમત્વભાવ રહિત સામ્યભાવનું ગ્રહણ કરવું, શત્રુ અને મિત્ર
પર એક સરખો ભાવ રાખવો, આર્ત અને રૌદ્ર બન્ને કુધ્યાનોનું નિવારણ કરવું અને
સંયમમાં સાવધાન રહેવું તે સામાયિક પ્રતિમા કહેવાય છે. ૬૧-૬૨.
ચોથી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
सामायिककीसी दसा,च्यारि पहरलौं होइ।
अथवा आठ पहर रहै, प्रोसह प्रतिमा सोइ।। ६३।।
અર્થઃ– બાર કલાક અથવા ચોવીસ કલાક સુધી સામાયિક જેવી સ્થિતિ
અર્થાત્ સમતાભાવ રાખવાને પ્રોષધ પ્રતિમા કહે છે. ૬૩.
પાંચમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
जो सचित्त भोजन तजै, पीवै प्राशुक नीर।
सो सचित्त त्यागी पुरुष,पंच प्रतिग्यागीर।। ६४।।
અર્થઃ– સચિત્ત ભોજનનો ત્યાગ કરવો અને પ્રાસુક૨ જળ પીવું તેને
સચિત્તવિરતિ પ્રતિમા કહે છે. ૬૪.
વિશેષઃ– અહીં સચિત્ત વનસ્પતિનું મુખથી વિદારણ કરતા નથી. ૬૪.
_________________________________________________________________
૧. ચોવીસ મિનિટની ઘડી થાય છે. ૨. ગરમ કરેલું અથવા લવીંગ, એલચી, રાખ વગેરે નાખીને સ્વાદ
બદલી નાખવાથી પ્રાસુક પાણી થાય છે.