૩૮૮ સમયસાર નાટક
છઠ્ઠી પ્રતિમાનું સ્વરૂપ (ચોપાઈ)
जो दिन ब्रह्मचर्य व्रत पालै।
तिथि आये निसि दिवस संभालै।।
गहि नौ वाड़ि करै व्रत रख्या।
सो षट् प्रतिमा श्रावक अख्या।। ६५।।
અર્થઃ– નવ વાડ સહિત દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અને પર્વની
તિથિએ દિવસે અને રાત્રે બ્રહ્મચર્ય પાળવું એ દિવામૈથુનવ્રત પ્રતિમા છે. ૬પ.
સાતમી પ્રતિમાનું સ્વરૂપ (ચોપાઈ)
जो नौ वाड़ि सहित विधि साधै।
निसि दिन ब्रह्मचर्य आराधै।।
सो सप्तम प्रतिमा घर ग्याता।
सील–सिरोमनिजग विख्याता।। ६६।।
અર્થઃ– જે નવ વાડ સહિત સદાકાળ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, તે
બ્રહ્મચર્ય નામની સાતમી પ્રતિમાનો ધારક જ્ઞાની જગત્વિખ્યાત શીલશિરોમણિ છે.
૬૬.
નવ વાડના નામ (કવિત્ત)
तियथल वास प्रेम रुचि निरखन,
दे परीछ भाखै मधु वैन।
पूरव भोग केलि रस चिंतन,
गुरुआहार लेत चित चैन।।
करि सुचि तन सिंगार बनावत,
तिय परजंक मध्य सुख सैन।
मनमथ–कथा उदर भरि भोजन,
ये नौवाड़ि १कहै जिन बैन।। ६७।।
_________________________________________________________________
૧. ‘કહૈ મત જૈન’ -એવો પણ પાઠ છે.