૩૯૦ સમયસાર નાટક
દસમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
परकौं पापारंभकौ, जो न देइ उपदेस।
सो दसमी प्रतिमा सहित, श्रावक विगत कलेस।। ७०।।
અર્થઃ– જે કુટુંબી અને અન્ય જનોને વિવાહ, વેપાર આદિ પાપારંભ કરવાનો
ઉપદેશ આપતા નથી, તે પાપરહિત દસમી પ્રતિમાનો ધારક છે. ૭૦.
અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ (ચોપાઈ)
जो सुछंदवरतै तजि डेरा।
मठ मंडपमैं करै बसेरा।।
उचित आहार उदंड विहारी।
सो एकादश प्रतिमाधारी।। ७१।।
અર્થઃ– જે ઘર છોડીને મઠ, મંડપમાં નિવાસ કરે છે, અને સ્ત્રી, પુત્ર, કુટુંબ
આદિથી વિરક્ત થઈને સ્વતંત્રપણે રહે છે, તથા કૃત, કારિત, અનુમોદન રહિત યોગ્ય
આહાર લે છે, તે અગિયારમી પ્રતિમા ધારક છે. ૭૧.
પ્રતિમાઓ સંબંધી મુખ્ય ઉલ્લેખ (દોહરા)
एकादश प्रतिमा दसा, कहीं देसव्रत मांहि।
वही अनुक्रम मूलसौं, गहौ सु छूटैनाहिं।। ७२।।
અર્થઃ– દેશવ્રત ગુણસ્થાનમાં અગિયાર પ્રતિમા ગ્રહણ કરવાનો ઉપદેશ છે, તે
શરૂઆતથી ઉત્તરોત્તર અંગીકાર કરવી જોઈએ અને નીચેની પ્રતિમાઓની ક્રિયાઓ
છોડવી ન જોઈએ. ૭૨.
પ્રતિમાઓની અપેક્ષાએ શ્રાવકોના ભેદ (દોહરા)
षट प्रतिमा तांई जघन,मध्यम नौ परजंत।
उत्तम दसमी ग्यारमी, इति प्रतिमा विरतंत।। ७३।।
અર્થઃ– છઠ્ઠી પ્રતિમા સુધી જઘન્ય શ્રાવક, નવમી પ્રતિમા સુધી મધ્યમ શ્રાવક
અને દસમી-અગિયારમી પ્રતિમા ધારણ કરનારાઓને ઉત્કૃષ્ટ શ્રાવક કહે છે. આ
પ્રતિમાઓનું વર્ણન પૂરું થયું. ૭૩.