ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯૧
પાંચમા ગુણસ્થાનનો કાળ (ચોપાઈ)
एककोडि पूरव गिनि लीजै।
तामैं आठ बरसघटि कीजै।।
यह उत्कृष्ट काल थिति जाकी।
अंतरमुहूरत जघन दशाकी।। ७४।।
અર્થઃ– પાંચમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ એક કરોડ પૂર્વેમાં આઠ વર્ષ ઓછા,
અને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. ૭૪.
એક પૂર્વનું માપ (દોહરા)
सत्तर लाख किरोर मित, छप्पन सहस किरोड़।
ऐते बरस मिलाइके, पूरव संख्या जोड़।। ७५।।
અર્થઃ– સત્તર લાખ અને છપ્પન હજારને એક કરોડ વડે ગુણવાથી જે સંખ્યા
પ્રાપ્ત થાય છે, એટલા વર્ષનો એક પૂર્વ૧ થાય છે. ૭પ.
અંતર્મુહૂર્તનું માપ (દોહરા)
अंतर्मुहूरत द्वै घरी, कछुक घाटि उतकिष्ट।
एक समय एकावली, अंतरमुहूर्त कनिष्ट।। ७६।।
અર્થઃ– બે ઘડીમાં એક સમય ઓછો હોય તે અંતર્મુહૂર્તનો ઉત્કૃષ્ટ કાળ છે
અને એક આવળી૨ કરતાં એક સમય વધારે હોય તે અંતર્મુહૂર્તનો જઘન્ય કાળ છે
તથા વચ્ચેના અસંખ્ય ભેદો છે. ૭૬.
છઠ્ઠા ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા (દોહરા)
यह पंचम गुनथानकी, रचना कही विचित्र।
अब छठ्ठे गुनथानकी दसा कहूं सुनमित्र।। ७७।।
અર્થઃ– પાંચમા ગુણસ્થાનનું આ વિચિત્ર વર્ણન કર્યું; હવે હે મિત્ર, છઠ્ઠા
ગુણસ્થાનનું સ્વરૂપ સાંભળો. ૭૭.
_________________________________________________________________
૧. ચોરસી લાખ વર્ષનો એકપૂર્વાંગ થાય છે અને ચોરસી લાખ પૂર્વાંગનો એક પૂર્વ થાય છે
૨. અસંખ્યાત સમયની એક આવળી થાય છે.