૩૯૨ સમયસાર નાટક
છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ (દોહરા)
पंच प्रमाद दशा धरै, अठ्ठइस गुनवान।
थविरकल्पि जिनकल्पि जुत, है प्रमत्त गुनथान।। ७८।।
અર્થઃ– જે મુનિ અઠ્ઠાવીસ મૂળગુણોનું પાલન કરે છે, પરંતુ પાંચ પ્રકારના
પ્રમાદોમાં કિંચિત્ વર્તે છે, તે મુનિ પ્રમત્ત ગુણસ્થાની છે. આ ગુણસ્થાનમાં
સ્થવિરકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ રહે છે. ૭૮.
પાંચ પ્રમાદોના નામ (દોહરા)
धर्मराग विकथा वचन, निद्रा विषय कषाय।
पंच प्रमाद दसा सहित, परमादी मुनिराय।। ७९।।
અર્થઃ– ધર્મમાં અનુરાગ, વિકથા વચન, નિદ્રા, વિષય૧, કષાય૨ -એવા પ્રમાદ
સહિત સાધુ છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત મુનિ હોય છે. ૭૯
સાધુના અઠ્ઠાવીસ મૂળગુણ (સવૈયા એકત્રીસા)
पंच महाव्रत पालै पंच समिति संभालै,
पंच इंद्री जीति भयौ भोगी चित चैनकौ।
षट आवश्यक क्रिया दर्वित भावित साधै,
प्रासुक धरामैं एक आसन है सैनकौ।।
मंजन न करै केश लुंचै तन वस्त्र मुंचै,
त्यागै दंतवन पै सुगंधस्वास वैनकौ।
ठाडौ करसे आहार लघुभुंजी एक बार,
अठ्ठाइस मूलगुनधारी जती जैनकौ।। ८०।।
શબ્દાર્થઃ– પંચ મહાવ્રત = પાંચ પાપોનો સર્વથા ત્યાગ. પ્રાસુક = જીવ રહિત
સૈન (શયન) સૂવું. મંજન =સ્નાન. કેશ=વાળ. લુંચૈ. = ઉખાડે. મુંચૈ=છોડે. કરસે=
હાથથી. લઘુ= થોડું. જતી= સાધુ.
_________________________________________________________________
૧-૨. અહીં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન - આ ત્રણ ચોકડીના બાર કષાયોનો
અનુદય અને સંજવલન કષાયનો તીવ્ર ઉદય રહે છે, તેથી આ સાધુ કિંચિત્ પ્રમાદને વશ હોય છે
અને શુભાચારમાં વિશેષપણે વર્તે છે અહીં વિષય સેવન અથવા સ્થળરૂપે કષાયમાં વર્તવાનું
પ્રયોજન નથી. હા, શિષ્યોને ઠપકો આપવો વગેરે વિકલ્પ તો છે.