Natak Samaysar (Gujarati). Gatha: 84-85.

< Previous Page   Next Page >


Page 394 of 444
PDF/HTML Page 421 of 471

 

background image
૩૯૪ સમયસાર નાટક
શબ્દાર્થઃ– સમતા= સામાયિક કરવી. વંદન= ચોવીસ તીર્થંકરો અથવા ગુરુ
આદિને વંદન કરવા. પડિકૌના (પ્રતિક્રમણ) = લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવુેં
સજ્ઝાવ = સ્વાધ્યાય. કાઉસગ્ગ (કાયોત્સર્ગ) = ખડ્ગાસન થઈને ધ્યાન કરવું.
ષડાવસિક = છ આવશ્યક.
અર્થઃ– સામાયિક, વંદન, સ્તવન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાયોત્સર્ગ આ
સાધુના છ આવશ્યક કર્મ છે. ૮૩.
સ્થવિરકલ્પી અને જિનવિકલ્પી સાધુઓનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
थविरकलपि जिनकलपी दुविधि मुनि,
दोऊ वनवासी दोऊ नगन रहतु है।
दोऊ अठाईस मूलगुनके धरैया दोऊ,
सरव त्यागी ह्वै विरागता गहतुहैं।।
थविरकलपि ते जिनकै शिष्य साखा होइ,
बैठिकै सभामैं धर्मदेसना कहतु हैं।
एकाकी सहज जिनकलपि तपस्वी घोर,
उदैकीमरोरसौं परीसह सहतु हैं।। ८४।।
અર્થઃ– સ્થવિરકલ્પી અને જિનકલ્પી એવા બે પ્રકારના જૈન સાધુ હોય છે.
બન્ને વનવાસી છે, બન્ને નગ્ન રહે છે, બન્ને અઠ્ઠાવીસ મૂળગુણના ધારક હોય છે,
બન્ને સર્વપરિગ્રહના ત્યાગી-વૈરાગી હોય છે. પરંતુ સ્થવિરકલ્પી સાધુ
શિષ્યસમુદાયની સાથે રહે છે તથા સભામાં બેસીને ધર્મોપદેશ આપે છે અને સાંભળે
છે, પણ જિનકલ્પી સાધુ શિષ્ય છોડીને નિર્ભય એકલા વિચરે છે અને મહાતપશ્ચરણ
કરે છે તથા કર્મના ઉદયથી આવેલા બાવીસ પરિષહો સહે છે. ૮૪.
વેદનીય કર્મજનિત અગિયાર પરિષહ (સવૈયા એકત્રીસા)
ग्रीषममैं धुपथित सीतमैं अकंपचित,
भूखै धरैं धीर प्यासै नीर न चहतु हैं।
डंस मसकादिसौं न डरैं भूमि सैन करैं,
बध बंध विथामैं अडौल ह्वै रहतु हैं।।