ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦૧
વળી–(દોહરા)
जाहि फरसकै जीव गिर, परै करै गुन रद्द।
सो एकादसमी दसा, उपसमकी सरहद्द।। १०१।।
અર્થઃ– જે ગુણસ્થાનને પ્રાપ્ત થઈને જીવ અવશ્ય પડે જ છે અને પ્રાપ્ત થયેલા
ગુણનો નાશ કરે છે, તે ઉપશમચારિત્રની ચરમસીમા પ્રાપ્ત અગિયારમું ગુણસ્થાન છે.
૧૦૧.
બારમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
केवलग्यान निकट जहँ आवै।
तहां जीव सबमोह खिपावै।।
प्रगटै यथाख्यात परधाना।
सो द्वादसम खीन गुनठाना।। १०२।।
અર્થઃ– જ્યાં જીવ મોહનો સર્વથા ક્ષય કરે છે અથવા કેવળજ્ઞાન બિલકુલ
પાસે આવી જાય છે અને યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે, તે ક્ષીણમોહ નામનું
બારમું ગુણસ્થાન છે. ૧૦૨.
ઉપશમશ્રેણીની અપેક્ષાએ ગુણસ્થાનોનો કાળ (દોહરા)
षट सातैंआठैं नवैं, दस एकादस थान।
अंतरमुहूरत एक वा, एक समै थिति जान।। १०३।।
અર્થઃ– ઉપશમશ્રેણીની અપેક્ષાએ છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, દસમા અને
અગિયારમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અથવા જઘન્યકાળ એક સમય છે.
૧૦૩.
ક્ષપકશ્રેણીમાં ગુણસ્થાનોનો કાળ (દોહરા)
छपकश्रेनि आठैं नवैं, दस अरवलि बार।
थिति उत्कृष्ट जघन्य भी, अंतरमुहूरत काल।। १०४।।