૪૦૦ સમયસાર નાટક
जहां न भाव उलटि अध आवै।
सो नवमो गुनथान कहावै।।
चारितमोह जहां बहु छीजा।
सो है चरन करन पद तीजा।। ९८।।
શબ્દાર્થઃ– ઉલટિ = પાછા ફરીને. અધ =નીચે. છીજા=નાશ પામ્યો.
અર્થઃ– જ્યાં ચડેલા પરિણામ પાછા પડી જતા નથી, તે નવમું ગુણસ્થાન
કહેવાય છે. આ નવમા ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયનો ૧ઘણો અંશ નાશ પામી જાય
છે, એ ચારિત્રનું ત્રીજું કરણ છે. ૯૮.
દસમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
कहौं दसम गुनथान दुसाखा।
जहँ सूछम सिवकी अभिलाखा।।
सूछमलोभ दसा जहँ लहिये।
सूछमसांपराय सो कहिये।। ९९।।
અર્થઃ– હવે દસમા ગુણસ્થાનનું વર્ણન કરું છું, જેમાં આઠમા અને નવમા
ગુણસ્થાન પેઠે ઉપશમ અને ક્ષાયિક શ્રેણીના ભેદ છે. જ્યાં મોક્ષની અત્યંત સૂક્ષ્મ
અભિલાષામાત્ર છે, અહીં સૂક્ષ્મ લોભનો ઉદય છે તેથી એને સૂક્ષ્મ સામ્પરાય કહે છે.
૯૯.
અગિયારમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
अब उपशांतमोहगुनथाना।
कहौं तासुप्रभुता परवांना।।
जहां मोह उपशमै न भासै।
यथाख्यातचारित परगासै।। १००।।
અર્થઃ– હવે અગિયારમા ગુણસ્થાન ઉપશાંતમોહનું સામર્થ્ય કહું છું, અહીં
મોહનો સર્વથા ઉપશમ છે- બિલકુલ ઉદય દેખાતો નથી અને જીવને
યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે. ૧૦૦.
_________________________________________________________________
૧. સૂક્ષ્મલોભ સિવાયનો.