ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯૯
આઠમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
अब वरनौं अष्टम गुनथाना।
नाम अपूरवकरन बखाना।।
कछुक मोह उपशम करि राखै।
अथवा किंचित छय करि नाखै।। ९५।।
અર્થઃ– હવે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનનું વર્ણન કરું છું, જ્યાં
મોહનો કિંચિત્ ઉપશમ૧ અથવા કિંચિત્ ક્ષય૨ થાય છે. ૯પ.
जे परिनाम भए नहिं कबही।
तिनकौ उदै देखिये जबही।।
तब अष्टम गुनथानक होई।
चारित करन दूसरौ सोई।। ९६।।
અર્થઃ– આ ગુણસ્થાનમાં એવા વિશુદ્ધ પરિણામ હોય છે જેવા પૂર્વે કદી થયા
નહોતા, તેથી આ આઠમા ગુણસ્થાનનું નામ અપૂર્વકરણ છે. અહીં ચારિત્રના ત્રણ
કરણોમાંથી અપૂર્વકરણ નામનું બીજું કરણ થાય છે. ૯૬.
નવમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
अब अनिवृत्तिकरन सुनु भाई।
जहां भाव थिरता अधिकाई।।
पूरव भाव चलाचल जेते।
सहज अडोल भए सब तेते।। ९७।।
અર્થઃ– હે ભાઈ, હવે અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનનું સ્વરૂપ
સાંભળો. જ્યાં પરિણામોની અધિક સ્થિરતા છે, આના પહેલાં આઠમા ગુણસ્થાનમાં
જે પરિણામ કિંચિત્ ચપળ હતા, તે અહીં અચળ થઈ જાય છે. ૯૭.
_________________________________________________________________
૧-૨. ઉપશમ શ્રેણીમાં ઉપશમ અને ક્ષપકશ્રેણીમાં ક્ષય થાય છે.