૩૯૮ સમયસાર નાટક
(ચોપાઈ)
थविरकलपी धर कछुक सरागी।
जिनकलपी महान वैरागी।।
इति प्रमत्तगुनथानक धरनी।
पूरन भई जथारथ वरनी।। ९२।।
અર્થઃ– સ્થવિરકલ્પી સાધુ કિંચિત્ સરાગી હોય છે અને જિનકલ્પી સાધુ
અત્યંત વૈરાગી હોય છે. આ છઠ્ઠા ગુણસ્થાનનું યથાર્થ સ્વરૂપ વર્ણવ્યું. ૯૨.
સાતમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
अब वरनौं सप्तम विसरामा।
अपरमत्त गुनथानक नामा।।
जहां प्रमाद क्रिया विधि नासै।
धरम ध्यान थिरता परगासै।। ९३।।
અર્થઃ– હવે સ્થિરતાના સ્થાન અપ્રમત્તગુણસ્થાનનું વર્ણન કરે છે, જ્યાં
ધર્મધ્યાનમાં ચંચળતા લાવનાર પાંચ પ્રકારની પ્રમાદ-ક્રિયા નથી અને મન
ધર્મધ્યાનમાં સ્થિર થાય છે. ૯૩.
(દોહરા)
प्रथम करन चारित्रकौ, जासु अंत पद दोइ।
जहां अहार विहार नहिं अपरमत्तहै सोइ।। ९४।।
અર્થઃ– જે ગુણસ્થાનના અંત સુધી ચારિત્રમોહના ઉપશમ અને ક્ષયનું કારણ
અધઃપ્રવૃત્તિકરણ ચારિત્ર રહે છે અને આહાર વિહાર રહેતા નથી તે
અપ્રમત્તગુણસ્થાન છે.
વિશેષઃ– સાતમા ગુણસ્થાનના બે ભેદ છે- પહેલું સ્વસ્થાન અને બીજું
સાતિશય. જ્યાંસુધી છઠ્ઠાથી સાતમા અને સાતમાથી છઠ્ઠામાં અનેકવાર ચઢ-ઉતર રહે
છે, ત્યાં સુધી સ્વ-સ્થાન ગુણસ્થાન રહે છે અને સાતિશય ગુણસ્થાનમાં અધઃકરણના
પરિણામ રહે છે, ત્યાં આહાર વિહાર નથી. ૯૪.