ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯૭
दर्सनमोहकी एक, द्वाविंसति बाधा सबै,
केई मनसाकी, केई वाकी, केई कायकी।।
काहूकौ अलप काहूकौ बहुत उनीस तांई,
एक ही समैमैं उदै आवै असहायकी।
चर्या थित सज्जामांहि एक सीत उस्न मांहि,
एक दोइहोहिं तीन नांहि समुदायकी।। ८९।।
શબ્દાર્થઃ– મનસાકી= મનની. વાકી (વાકયકી) = વચનની. કાય = શરીર.
સજ્જા = શય્યા. સમુદાય = એકસાથે.
અર્થઃ– વેદનીયના અગિયાર, ચારિત્રમોહનીયના સાત, જ્ઞાનાવરણના બે,
અંતરાયનો એક અને દર્શનમોહનીયનો એક-એવી રીતે બધા મળીને બાવીસ
પરિષહો છે. તેમનામાંથી કોઈ મનજનિત, કોઈ વચનજનિત, અને કોઈ કાયજનિત
છે. આ બાવીસ પરિષહોમાંથી એક સમયે એક સાધુને વધારેમાં વધારે ઓગણીસ
સુધી પરિષહો ઉદયમાં આવે છે, કારણ કે ચર્યા, આસન અને શય્યા આ ત્રણમાંથી
કોઈ એક અને શીત ઉષ્ણમાંથી કોઈ એક, આ રીતે પાંચમાં બેનો ઉદય હોય છે,
બાકીના ત્રણનો ઉદય હોતો નથી. ૮૯.
સ્થવિરકલ્પી અને જિનકલ્પી સાધુની સરખામણી (દોહરા)
नाना विधिसंकट–दसा, सहि साधै सिवपंथ।
थविरकल्पि जिनकल्पि धर, दोऊ सम निगरंथ।। ९०।।
जो मुनि संगतिमैं रहै, थविरकल्पि सो जान।
एकाकी जाकी दसा, सो जिनकल्पि बखान।। ९१।।
અર્થઃ– સ્થવિરકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ એક સરખા નિર્ગ્રંથ
હોય છે અને અનેક પ્રકારના પરિષહો જીતીને મોક્ષમાર્ગ સાધે છે. જે સાધુ સંઘમાં
રહે છે તે સ્થવિરકલ્પી છે અને જે એકલવિહારી છે તે જિનકલ્પી છે. ૯૦-૯૧.