Natak Samaysar (Gujarati). Terma adhikaarno saar.

< Previous Page   Next Page >


Page 408 of 444
PDF/HTML Page 435 of 471

 

background image
૪૦૮ સમયસાર નાટક
તેરમા અધિકારનો સાર
જેવી રીતે સફેદ વસ્ત્ર ઉપર જુદા જુદા રંગોનું નિમિત્ત મળવાથી તે અનેકાકાર
થાય છે, તેવી જ રીતે શુદ્ધબુદ્ધ આત્મા સાથે અનાદિકાળથી મોહ અને યોગનો સંબંધ
હોવાથી તેની સંસારી દશામાં, અનેક અવસ્થાઓ થાય છે, તેમનું જ નામ ગુણસ્થાન
છે. જોકે તે અનેક છે પણ શિષ્યોને સંબોધવા માટે શ્રીગુરુએ ૧૪ બતાવ્યા છે. આ
ગુણસ્થાન જીવના સ્વભાવ નથી, પણ અજીવમાં હોતા નથી, જીવમાં જ હોય છે તેથી
જીવના વિભાવ છે અથવા એમ કહેવું જોઈએ કે વ્યવહારનયથી ગુણસ્થાનોની
અપેક્ષાએ સંસારી જીવોના ચૌદ ભેદ છે.
પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ, બીજામાં અનંતાનુબંધી, ત્રીજામાં
મિશ્રમોહનીયનો ઉદય મુખ્યપણે રહે છે અને ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વ,
અનંતાનુબંધી અને મિશ્રમોહનીયનો, પાંચમામાં અપ્રત્યાખ્યાનાવરણીયનો, છઠ્ઠામાં
પ્રત્યાખ્યાનાવરણીયનો અનુદય રહે છે. સાતમા, આઠમા અને નવમામાં સંજ્વલનનો
ક્રમપૂર્વક મંદ, મંદતર અને મંદતમ ઉદય રહે છે. દસમામાં સંજ્વલન સૂક્ષ્મલોભ
માત્રનો ઉદય અને અન્ય સર્વમોહનો ક્ષય છે. અગિયારમામાં સર્વમોહનો ઉપશમ
અને બારમામાં સર્વ મોહનો ક્ષય છે. અહીં સુધી છદ્મસ્થ અવસ્થા છે, કેવળજ્ઞાનનો
વિકાસ નથી. તેરમામાં પૂર્ણજ્ઞાન છે પરંતુ યોગો દ્વારા આત્મપ્રદેશ સકંપ હોય છે,
અને ચૌદમા ગુણસ્થાનમાં કેવળજ્ઞાની પ્રભુના આત્મપ્રદેશ પણ સ્થિર થઈ જાય છે.
બધા ગુણસ્થાનોમાં જીવ સદેહ
રહે છે, સિદ્ધ ભગવાન ગુણસ્થાનોની કલ્પનાથી
રહિત છે, તેથી ગુણસ્થાન જીવનું નિજ-સ્વરૂપ નથી, પર છે, પરજનિત છે, -એમ
જાણીને ગુણસ્થાનોના વિકલ્પોથી રહિત શુદ્ધ બુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ.
_________________________________________________________________
૧. વિગ્રહગતિમાં કાર્માણ અને તૈજસ શરીરનો સંબંધ રહે છે.