ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ
(ચોપાઈ)
भयौ ग्रंथ संपूरन भाखा।
वरनी गुनथानककी साखा।।
वरनन और कहांलौं कहियै।
जथा सकति कहि चुप ह्वै रहियै।। १।।
અર્થઃ– ભાષાનો સમયસાર ગ્રંથ સમાપ્ત થયો અને ગુણસ્થાન અધિકારનું
વર્ણન કર્યું. એનું વિશેષ કેટલું વર્ણન કરીએ? શક્તિ અનુસાર કહીને ચુપ થઈ જવું
ઉચિત છે. ૧.
(ચોપાઈ)
लहिये ओर न ग्रंथ उदधिका।
ज्यौं ज्यौं कहियै त्यौं त्यौं अधिका।।
तातैं नाटक अगम अपारा।
अलप कवीसुरकी मतिधारा।। २।।
અર્થઃ– ગ્રંથરૂપ સમુદ્રનો પાર પામી શકાતો નથી, જેમ જેમ કથન કરતા
જઈએ તેમ તેમ વધતો જ જાય છે, કારણ કે નાટક અપરંપાર છે અને કવિની બુદ્ધિ
તુચ્છ છે. ૨.
વિશેષઃ– અહીં ગ્રંથને સમુદ્રની ઉપમા આપી છે અને કવિની બુદ્ધિને નાની
નદીની ઉપમા છે.
(દોહરા)
समयसार नाटक अकथ, कविकी मति लघु होइ।
तातैं कहत बनारसी, पूरन कथै न कोइ।। ३।।