ઉત્થાનિકા ૧૭
અર્થઃ– વીતરાગભાવમાં લીન થવું, ઊર્ધ્વગમન, જ્ઞાયકસ્વભાવ, સહજ સુખનો
સંભોગ, સુખદુઃખનો સ્વાદ અને ચૈતન્યપણું -એ બધા જીવના પોતાના ગુણ છે.
૨૬.
અજીવનું વર્ણન (દોહરા)
तनता मनता वचनता, जड़ता जड़सम्मेल।
लघुता गुरुता गमनता, ये अजीवके खेल।। २७।।
શબ્દાર્થઃ– સમ્મેલ=બંધ. લઘુતા= હલકાપણું. ગુરુતા=ભારેપણું. ગમનતા =
ગતિ કરવી તે.
અર્થઃ– તન, મન, વચન, અચેતનપણું, એકબીજાની સાથે મળવું, હલકા અને
ભારેપણું તથા ગતિ કરવી-એ બધી પુદ્ગલ નામના અજીવ દ્રવ્યની પરિણતિ છે.
૨૭.
પુણ્યનું વર્ણન (દોહરા)
जो विशुद्धभावनि बंधै, अरु ऊरधमुख होइ।
जो सुखदायक जगतमैं, पुन्य पदारथ सोइ।। २८।।
અર્થઃ– જે શુભભાવોથી બંધાય છે, સ્વર્ગાદિની સન્મુખ થાય છે અને લૌકિક
સુખ આપનાર છે તે પુણ્ય પદાર્થ છે. ૨૮.
પાપનું વર્ણન (દોહરા)
संकलेश भावनि बँधै, सहज अधोमुख होइ।
दुखदायक संसारमैं, पाप पदारथ सोइ।। २९।।
અર્થઃ– જે અશુભ ભાવોથી બંધાય છે અને પોતાની મેળે નીચ ગતિમાં પડે
છે તથા સંસારમાં દુઃખ આપનાર છે, તે પાપ પદાર્થ છે. ૨૯.
આસ્રવનું વર્ણન (દોહરા)
जोई करमउदोत धरि, होइ क्रिया रसरत्त।
करषै नूतन करमकौं, सोई आस्रव तत्त।। ३०।।