૧૬ સમયસાર નાટક
આકાશદ્રવ્યનું લક્ષણ (દોહરા)
संतत जाके उदरमैं, सकल पदारथवास।
जो भाजन सब जगतकौ, सोइ दरव अकास।। २४।।
શબ્દાર્થઃ– સંતત= સદા. ભાજન=પાત્ર.
અર્થઃ– જેના પેટમાં સદૈવ, સર્વ પદાર્થો રહે છે, જે સર્વ દ્રવ્યોને પાત્રની જેમ
આધારભૂત છે, તે જ આકાશદ્રવ્ય છે. ૨૪.
નોટઃ– અવગાહના આકાશનો પરમ ધર્મ છે, તેથી તે આકાશદ્રવ્ય બીજા
દ્રવ્યોને અવકાશ આપી રહ્યું છે તેમ જ પોતાને પણ અવકાશ આપી રહ્યું છે. જેમઃ-
જ્ઞાન જીવનો પરમ ધર્મ છે, તેથી તે જીવ અન્ય દ્રવ્યોને જાણે છે તેમ જ પોતાને પણ
જાણે છે.
કાળદ્રવ્યનું લક્ષણ (દોહરા)
जो नवकरि जीरन, करै, सकल वस्तुथिति ठानि।
परावर्त वर्तन धरै, काल दरव सो जानि।। २५।।
શબ્દાર્થઃ– નવ=નવીન. જીરન (જીર્ણ)=જૂનું.
અર્થઃ– જે વસ્તુનો નાશ ન કરતાં, સર્વ પદાર્થોની નવીન હાલતો પ્રગટ
થવામાં અને પૂર્વ પર્યાયોના નાશ પામવામાં નિમિત્તકારણ છે, એવા વર્તના લક્ષણનું
ધારક કાળદ્રવ્ય છે. ૨પ.
નોટઃ– કાળદ્રવ્યનો પરમ ધર્મ વર્તના છે, તેથી તે અન્ય દ્રવ્યોની પર્યાયોનું
(પરિ) વર્તન કરે છે અને પોતાની પર્યાયો પણ પલટે છે.
નવ પદાર્થોનું જ્ઞાન અનુભવનું કારણ છે તેથી તેમનું વિવેચન કરવામાં આવે છે.
જીવનું વર્ણન (દોહરા)
समता रमता उरधता, ग्यायकता सुखभास।
वेदकता चैतन्यता, ए सबजीवविलास।। २६।।
શબ્દાર્થઃ– સમતા = રાગ-દ્વેષ રહિત વીતરાગભાવ. રમતા = લીન રહેવું તે.
ઉરધતા (ઊર્ધ્વતા) = ઉપર જવાનો સ્વભાવ. ગ્યાયકતા = જાણપણું. વેદકતા =
સ્વાદ લેવા તે.