૪૧૪ સમયસાર નાટક
(ચોપાઈ)
वानी लीन भयौ जग डोलै।
वानी ममतात्यागि न बोलै।।
है अनादि व़ानी जगमांही।
कुकवि बात यह समझै नांहि।। १४।।
અર્થઃ– તે વચનમાં લીન થઈને સંસારમાં ભટકે છે, વચનની મમતા છોડીને
કથન કરતા નથી. સંસારમાં વચન અનાદિકાળના છે એ તત્ત્વ કુકવિઓ સમજતા
નથી. ૧૪.
વાણીની વ્યાખ્યા(સવૈયા એકત્રીસા)
जैसै काहू देसमैं सलिल–धारा कारंजकी,
नदीसौ निकसिफिर नदीमैं समानी है।
नगरमैं ठौर ठौर फैलि रही चहुं और,
जाकै ढिग बहैसोइ कहै मेरौ पानी है।
त्यौंही घट सदन सदनमैं अनादि ब्रह्म
वदन वदनमैं अनादिहीकी वानी है।
करम कलोलसौं उसासकी बयारि बाजै,
तासौं कहै मेरी धुनि ऐसौ मूढ़ प्रानी है।। १५।।
અર્થઃ– જેવી રીતે કોઈ સ્થાનમાં પાણીની ધારા શાખારૂપ થઈને નદીમાંથી
નીકળે છે અને પાછી તે જ નદીમાં મળી જાય છે, તે શાખા શહેરમાં જ્યાં-ત્યાં
થઈને વહી નીકળે છે, તે જેના મકાન પાસે થઈને વહે છે તે જ કહે છે કે આ પાણી
મારું છે, તેવી જ રીતે હૃદયરૂપ ઘર છે અને ઘરમાં અનાદિ બ્રહ્મ છે અને પ્રત્યેકના
મુખમાં અનાદિકાળનું વચન છે, કર્મની લહેરોથી ઉચ્છ્વાસરૂપ હવા વહે છે તેથી મૂર્ખ
જીવ તેને પોતાની ધ્વનિ કહે છે. ૧પ.