ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧પ
(દોહરા)
ऐसे मूढ़ कुकवि कुधी, गहै मृषा मग दौर।
रहै मगन अभिमानमैं, कहैंऔरकी और।। १६।।
वस्तुसरूप लखै नहीं, बाहिज द्रिष्टि प्रवांन।
मृषा विलास विलोकिकैं, करै मृषा गुन गान।। १७।।
અર્થઃ– આ રીતે મિથ્યાદ્રષ્ટિ કુકવિઓ ઉન્માર્ગ પર ચાલે છે અને અભિમાનમાં
મસ્ત થઈને અન્યથા કથન કરે છે. તેઓ પદાર્થનું અસલી સ્વરૂપ જોતા નથી,
બાહ્યદ્રષ્ટિથી અસત્ય પરિણતિ જોઈને જૂઠું વર્ણન કરે છે. ૧૬-૧૭.
જૂઠું ગુણગાન કથન (સવૈયા એકત્રીસા)
मांसकी गरंथि कुच कंचन–कलस कहैं,
कहैं मुख चंद जो सलेषमाको घरु है।
हाड़के दसन आहि हीरा मोती कहैं ताहि,
मांसके अधर ओंठ कहैं बिंबफरुहै।।
हाड़ दंड भुजा कहैं कौंलनाल कामधुजा,
हाड़हीकै थंभा जंघा कहैं रंभातरु है।
योंही झूठी जुगति बनावैं औ कहावैं कवि,
येतेपर कहैं हमैं सारदाको वरु है।। १८।।
શબ્દાર્થઃ– ગરંથિ = ગાંઠ. કુચ = સ્તન. સલેષમા (શ્લેષ્મા) = કફ. દસન
= દાંત. આહિ = છે. બિંબફરુ (બિંબાફલ) = લાલ રંગનું બિમ્બ નામનું ફળ.
કૌંલનાલ (કમલનાલ) = કમળની દાંડી. રંભાતરુ = કેળનું ઝાડ.
અર્થઃ– કુકવિ માંસના પિંડરૂપ સ્તનોને સુવર્ણઘટ કહે છે, કફ ખાંસી વગેરેના
ઘરરૂપ મુખને ચંદ્રમા કહે છે, હાડકાના દાંતને હીરા-મોતી કહે છે, માંસના હોઠને
બિમ્બફળ કહે છે, હાડકાના દંડરૂપ હાથને કમળની દાંડલી અથવા કામદેવની પતાકા
કહે છે, હાડકાના થાંભલારૂપ જાંઘને કેળનું વૃક્ષ કહે છે. તેઓ આ રીતે જૂઠી જૂઠી
યુક્તિઓ રચે છે અને કવિ કહેવાય છે, અને છતાં પણ કહે છે કે અમને સરસ્વતીનું
વરદાન છે. ૧૮.