૪૧૬ સમયસાર નાટક
(ચોપાઈ)
मिथ्यावंत कुकवि जेप्रानी।
मिथ्या तिनकी भाषित वानी।।
मिथ्यामती सुकवि जो होई।
वचन प्रवांनकरै सब कोई।। १९।।
અર્થઃ– જે પ્રાણી મિથ્યાદ્રષ્ટિ અને કુકવિ હોય છે તેમનું કહેલું વચન અસત્ય
હોય છે, પરંતુ જે સમ્યગ્દર્શનને પામ્યા તો ન હોય પણ શાસ્ત્રોક્ત કવિતા કરે છે,
તેમનું વચન શ્રદ્ધાન કરવા યોગ્ય હોય છે. ૧૯.
(દોહરા)
वचन प्रवांन करै सुकवि, पुरुष हिए परवांन।
दोऊ अंग प्रवांन जो, सो है सहज सुजान।। २०।।
અર્થઃ– જેમની વાણી શાસ્ત્રોક્ત હોય છે અને હૃદયમાં તત્ત્વશ્રદ્ધાન હોય છે,
તેમના મન અને વચન બન્ને પ્રામાણિક છે અને તેઓ જ સુકવિ છે. ૨૦.
સમયસાર નાટકની વ્યવસ્થા (ચોપાઈ)
अब यह बात कहूं है जैसे।
नाटक भाषाभयौ सु ऐसै।।
कुंदकुंदमुनि मूल उधरता।
अमृतचंद्र टीकाकेकरता।। २१।।
અર્થઃ– હવે એ વાત કહું છું કે નાટક સમયસારની કાવ્ય-રચના કેવી રીતે
થઈ છે. આ ગ્રંથના મૂળકર્તા કુંદકુંદસ્વામી અને ટીકાકાર અમૃતચંદ્રસૂરિ છે. ૨૧.
समैसारनाटक सुखदानी।
टीका सहितसंस्कृत वानी।।
पंडित पढ़ैदिढ़मति बूझै।
अलपमतीकौं अरथ न सूजै।। २२।।