Natak Samaysar (Gujarati). Gatha: 23-25.

< Previous Page   Next Page >


Page 417 of 444
PDF/HTML Page 444 of 471

 

background image
ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૭
અર્થઃ– સમયસાર નાટકની સુખદાયક સંસ્કૃત ટીકા પંડિતો વાંચે છે અને
વિશેષ જ્ઞાનીઓ સમજે છે, પરંતુ અલ્પબુદ્ધિ જીવોની સમજમાં આવી શકતી નહોતી.
૨૨.
पांडे राजमल्ल जिनधर्मी।
समैसार नाटकके मर्मी।।
तिन गिरंथकी टीका कीनी।
बालबोध सुगम कर दीनी।। २३।।
इहि विधि बोध–वचनिका फैली।
समै पाय अध्यातम सैली।।
प्रगटी जगमांही जिनवानी।
घर घर नाटक कथा बखानी।। २४।।
અર્થઃ– નાટક સમયસારના જ્ઞાતા, જૈનધર્મી પાંડે રાજમલજીએ આ ગ્રંથની
બાલબોધ સહજ ટીકા કરી. આ રીતે સમય જતાં આ આધ્યાત્મિક વિદ્યાની ભાષા
વચનિકા વિસ્તૃત થઈ, જગતમાં જિનવાણીનો પ્રચાર થયો અને ઘેર ઘેર નાટકની
ચર્ચા થવા લાગી. ૨૩-૨૪.
(ચોપાઈ)
नगर आगरे मांहि विख्याता।
कारन पाइ भए बहु ग्याता।।
पंच पुरुष अति निपुन प्रवीने।
निसिदिन ग्यान, कथा रस–भीने।। २५।।
અર્થઃ– પ્રસિદ્ધ શહેર આગ્રામાં નિમિત્ત મળતાં એના અનેક જાણકાર થયા,
તેમાં પાંચ મનુષ્ય અત્યંત કુશળ થયા, જે દિનરાત જ્ઞાનચર્ચામાં તલ્લીન રહેતા હતા.
૨પ.
_________________________________________________________________
૧. સત્સંગ, ગુરુગમ વગેરેનું.