૪૧૮ સમયસાર નાટક
(દોહરા)
रूपचंद पंडित प्रथम, दुतिय चतुर्भुज नाम।
तृतिय भगोतीदास नर, कौंरपाल गुन धाम।। २६।।
धर्मदास ये पंचजन, मिलि बैठैं इक ठौर।
परमारथ–चरचा करैं,इनके कथा न और।। २७।।
અર્થઃ– પહેલા પંડિત રૂપચંદજી, બીજા પંડિત ચતુર્ભુજજી, ત્રીજા પંડિત
ભગવતીદાસજી, ચોથા પંડિત કુંવરપાલજી અને પાંચમા પંડિત ધર્મદાસજી. -આ
પાંચેય સજ્જનો મળીને એક સ્થાનમાં બેસતા અને મોક્ષમાર્ગની ચર્ચા કરતા, બીજી
વાતો કરતા નહિ. ૨૬-૨૭.
कबहूं नाटक रस सुनैं, कबहूं और सिद्धंत।
कबहूंबिंग बनाइकै, कहैं बोध विरतंत।। २८।।
અર્થઃ– એ કોઈ વાર નાટકનું રહસ્ય સાંભળતા, કોઈ વાર બીજા શાસ્ત્રો
સાંભળતા અને કોઈવાર તર્ક ઉઠાવીને જ્ઞાનચર્ચા કરતા. ૨૮.
चित कौरा करि धरमधर, सुमति भगोतीदास।
चतुरभाव थिरता भये, रूपचंद परगास।। २९।।
અર્થઃ– કુંવરપાલજીનું ચિત્ત કયારા સમાન અર્થાત્ કોમળ હતું, ધર્મદાસજી
ધર્મના ધારક હતા, ભગવતીદાસજી સુમતિવાન હતા, ચતુર્ભુજજીના ભાવ સ્થિર હતા
અને રૂપચંદજીનો પ્રકાશ ચંદ્ર સમાન હતો. ૨૯.
(ચોપાઈ)
जहां तहां जिनवानी फैली।
लखै न सो जाकी मति मैली।।
जाकै सहज बोधउतपाता।
सो ततकाल लखै यह बाता।। ३०।।