ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૯
અર્થઃ– જ્યાં-ત્યાં (બધે) જિનવાણીનો પ્રચાર થયો, પણ જેમની બુદ્ધિ મલિન
છે તે સમજી શકયા નહિ. જેના ચિત્તમાં સ્વાભાવિક જ્ઞાન ઉત્પન્ન થયું છે તે આનું
રહસ્ય તરત સમજી જાય છે. ૩૦.
(દોહરા)
घट घट अंतर जिन बसै, घट घट अंतर जैन।
मति–मदिराके पानसौं, १मतवाला समुझै न।। ३१।।
અર્થઃ– પ્રત્યેક હૃદયમાં જિનરાજ અને જૈનધર્મનો નિવાસ છે, પરંતુ ધર્મના
પક્ષરૂપી દારૂ પીવાને લીધે મતવાલા લોકો સમજતા નથી. ૩૧.
(ચોપાઈ)
बहुत बढ़ाई कहांलौंकीजै।
कारिजरूप बात कहि लीजै।।
नगर आगरे मांहिविख्याता।
बानारसी नाम लघुग्याता।। ३२।।
तामैं कवितकला चतुराई।
कृपा करैं येपांचौं भाई।।
पंच प्रपंच रहित हिय खोलै।
तेबनारसीसौं हँसि बोलै।। ३३।।
અર્થઃ– અધિક મહિમા કયાં સુધી કહીએ, મુદ્દાની વાત કહેવી ઉચિત છે.
પ્રસિદ્ધ શહેર આગ્રામાં બનારસી નામના અલ્પજ્ઞાની થયા. તેમનામાં કાવ્ય-કૌશલ
હતું અને ઉપર જણાવેલા પાંચે ભાઈઓ તેમના ઉપર કૃપા રાખતા હતા, તેમણે
નિષ્કપટ થઈને સરળ ચિત્તથી હસીને કહ્યું.૩૨-૩૩.
_________________________________________________________________
૧. અહીં મતવાળા શબ્દના બે અર્થ છે - (૧) મતવાળા = નશામાં, (૨)
મતવાળા= જેમને ધર્મનો પક્ષપાત છે.