૪૨૦ સમયસાર નાટક
नाटक समैसार हित जीका।
सुगमरूप राजमलीटीका।।
कवितबद्ध रचनाजो होई।
भाषा ग्रंथ पढ़ै सब कोई।। ३४।।
અર્થઃ– જીવનું કલ્યાણ કરનાર નાટક સમયસાર છે. તેની રાજમલજી રચિત
સરળ ટીકા છે. ભાષામાં જો છંદબદ્ધ રચના કરવામાં આવે તો આ ગ્રંથ બધા વાંચી
શકે. ૩૪.
तब बनारसी मनमहिं आनी।
कीजैतो प्रगटै जिनवानी।।
पंच पुरुषकी आज्ञालीनी।
कवितबद्धकी रचनाकीनी।। ३५।।
અર્થઃ– ત્યારે બનારસીદાસજીએ મનમાં વિચાર્યું કે જો આની કવિતામાં રચના
કરું, તો જિનવાણીનો ખૂબ પ્રચાર થશે. તેમણે તે પાંચેય સજ્જનોની આજ્ઞા લીધી
અને કવિત્તબદ્ધ રચના કરી. ૩પ.
सोरहसौ तिरानवै बीतै।
आसौ मास सित पच्छ बितीतै।।
तिथि तेरस रविवारप्रवीना।
तादिन ग्रंथ समापत कीना।। ३६।।
અર્થઃ– વિક્રમ સંવત્ સોળસો ત્રાણુંના, આસો માસના શુકલપક્ષની તેરસ અને
રવિવારના દિવસે આ ગ્રંથ સમાપ્ત કર્યો. ૩૬.