ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૨૧
(દોહરા)
सुख–निधान सक बंध नर, साहिब साह किरान।
सहस–साह सिर–मुकुट मनि, साहजहां सुलतान।। ३७।।
અર્થઃ– તે વખતે હજારો બાદશાહોમાં મુખ્ય, મહાપ્રતાપી અને સુખદાયક
મુસલમાન બાદશાહ શાહજહાન હતો. ૩૭.
जाकै राज सुचैनसौं, कीनौं आगम सार।
ईति भीति व्यापी नहीं, यह उनकौ उपगार।। ३८।।
અર્થઃ– તેમના રાજ્યમાં આનંદપૂર્વક આ ગ્રંથની રચના કરી અને કોઈ
ભયનો ઉપદ્રવ ન થયો એ એમની કૃપાનું ફળ છે. ૩૮.
ગ્રંથના સર્વ પદ્યોની સંખ્યા (સવૈયા એકત્રીસા)
तीनसै दसोत्तर सोरठा दोहा छंद दोउ,
युगलसै पैंतालीस ईकतीसा आने हैं।
छयासी चौपाई, सैंतीस तेईसे सवैए,
बीस छप्पै अठारहकवित्त बखाने हैं।।
सात पुनि ही अडिल्ल, चारि कुंडलिए मिलि,
सकल सातसैसत्ताइस ठीक ठानै हैं।
बत्तीस अच्छरके सिलोक कीने लेखै,
ग्रंथ–संख्या सत्रह सै सात अधिकानै हैं।। ३९।।
અર્થઃ– ૩૧૦ સોરઠા અને દોહા, ૨૪પ એકત્રીસા સવૈયા, ૮૬ ચોપાઈ, ૩૭
તેવીસા સવૈયા, ૨૦ છપ્પા, ૧૮ કવિત્ત (ધનાક્ષરી), ૭ અડિલ્લ, ૪ કુંડલિયા-આવી
રીતે આ બધા મળીને ૭૨૭ નાટક સમયસારના પદ્યોની સંખ્યા છે; ૩૨ અક્ષરના
શ્લોકના પ્રમાણથી ગ્રંથ સંખ્યા ૧૭૦૭ છે. ૩૯.