Natak Samaysar (Gujarati). Gatha: 6 (Jiv Dvar).

< Previous Page   Next Page >


Page 29 of 444
PDF/HTML Page 56 of 471

 

background image
જીવદ્વાર ૨૯
હૃદયમાં સહજ સ્વભાવથી આ પ્રામાણિક જિનાગમ પ્રવેશ કરે છે અને તેને તત્કાળ
જ નિત્ય, અનાદિ અને અનંત પ્રકાશવાન મોક્ષપદ પ્રાપ્ત થાય છે. પ.
નિશ્ચયનયની પ્રધાનતા (સવૈયા તેવીસા)
ज्यौं नर कौइ गिरै गिरिसौं तिहि,
सोइ हितू जो गहैदिढ़बाहीं।
त्यौं बुधकौ विवहार भलौ,
तबलौं जबलौं शिव प्रापति नाहीं।।
यद्यपि यौं परवान तथापि,
सधै परमारथ चेतनमाहीं।
जीव अव्यापक है परसौं,
विवहारसौं तो परकी परछाहीं।। ६।।
શબ્દાર્થઃ– ગિરિસૌં=પર્વત પરથી. બાહીં=હાથ. બુદ્ધ=જ્ઞાની. પ્રાપતિ=પ્રાપ્તિ.
અર્થઃ– જેમ કોઈ મનુષ્ય પહાડ ઉપરથી લપસી જાય અને કોઈ હિતકારી
બનીને તેનો હાથ મજબૂતાઈથી પકડી લે તેવી જ રીતે જ્ઞાનીઓને જ્યાં સુધી મોક્ષ
પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી વ્યવહારનું અવલંબન છે, જો કે આ વાત સાચી છે તોપણ
નિશ્ચયનય ચૈતન્યને સિદ્ધ કરે છે તથા જીવને પરથી ભિન્ન દર્શાવે છે અને
વ્યવહારનય તો જીવને પરને આશ્રિત કરે છે.
ભાવાર્થઃ– જોકે ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધી વ્યવહાર હોય છે,
પરંતુ ઉપાદેય તો નિશ્ચયનય જ છે, કારણ કે તેનાથી પદાર્થનું અસલી સ્વરૂપ
જાણવામાં આવે છે અને વ્યવહારનય અભૂતાર્થ હોવાથી પરમાર્થમાં પ્રયોજનભૂત
નથી. ૬.
_________________________________________________________________
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या–
मिह निहितपदानां हन्त हस्ताबलम्बः।
तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।। ५।।