૩૨ સમયસાર નાટક
कसिकैं कसोटी लीकु निरखै सराफ ताहि,
बानके प्रवान करि लेतु देतु दाम है।।
तैसैं ही अनादि पुद्गलसौं संजोगी जीव,
नव तत्त्वरूपमैं अरूपी महा धाम है।
दीसै उनमानसौं उदोतवान ठौर ठौर,
दूसरौ न और एक आतमाही राम है।। ९।।
શબ્દાર્થઃ– બનવારી=કુલડી. લીકુ=રેખા. નિરખૈ=જુએ છે. બાન=ચમક.
પ્રવાન=અનુસાર, પ્રમાણે. ઉનમાન (અનુમાન)=સાધનમાં સાધ્યના જ્ઞાનને અનુમાન
કહે છે, જેમ કે ઘૂમાડાને જોઈને અગ્નિનું જ્ઞાન કરવું તે.
અર્થઃ– જેમ સોનુ કુધાતુના સંયોગથી અગ્નિના તાપમાં અનેકરૂપ થાય છે,
પરંતુ તોપણ તેનું નામ એક સોનું જ રહે છે તથા શરાફ કસોટી ઉપર કસીને તેની
રેખા જુએ છે અને તેની ચમક પ્રમાણે કિંમત દે-લે છે; તેવી જ રીતે અરૂપી મહા
દીપ્તિવાળો જીવ અનાદિકાળથી પુદ્ગલના સમાગમમાં નવ તત્ત્વરૂપ દેખાય છે, પરંતુ
અનુમાન પ્રમાણથી સર્વ અવસ્થાઓમાં જ્ઞાનસ્વરૂપ એક આત્મરામ સિવાય બીજું
કાંઈ નથી.
ભાવાર્થઃ– જ્યારે આત્મા અશુભભાવમાં વર્તે છે ત્યારે પાપતત્ત્વરૂપ હોય છે,
જ્યારે શુભભાવમાં વર્તે છે ત્યારે પુણ્યતત્ત્વરૂપ હોય છે અને જ્યારે શમ, દમ,
સંયમભાવમાં વર્તે છે ત્યારે સંવરરૂપ હોય છે, એવી જ રીતે ભાવાસ્રવ, ભાવબંધ
આદિમાં વર્તતો તે આસ્રવ-બંધાદિરૂપ હોય છે તથા જ્યારે શરીરાદિ જડ પદાર્થોમાં
અહંબુદ્ધિ કરે છે ત્યારે જડસ્વરૂપ હોય છે. પરંતુ વાસ્તવમાં આ સર્વ અવસ્થાઓમાં
તે શુદ્ધ સુવર્ણ સમાન નિર્વિકાર છે. ૯.
_________________________________________________________________
चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं
कनकमिव निमग्नं वर्णमालाकलापे।
अथ सततविविक्तं द्रश्यतामेकरूपं
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।। ८।।