Natak Samaysar (Gujarati). Gatha: 14 (Jiv Dvar).

< Previous Page   Next Page >


Page 36 of 444
PDF/HTML Page 63 of 471

 

background image
૩૬ સમયસાર નાટક
करम–कलंक–पंकरहित प्रगटरूप,
अचल अबाधित विलोकै देव सासतौ।। १३।।
શબ્દાર્થઃ– વિદારિ=નષ્ટ કરીને. પંક=કીચડ. ભેદજ્ઞાન=આત્માને શરીર
આદિથી ભિન્ન જાણવો.
અર્થઃ– કોઈ વિદ્વાન મનુષ્ય શરીરરૂપી ઘરને જુએ અને ભેદજ્ઞાનની દ્રષ્ટિથી
શરીરરૂપી ઘરમાં રહેનાર આત્મવસ્તુનો વિચાર કરે તો પહેલાં ભૂત, વર્તમાન,
ભવિષ્ય એ ત્રણે કાળે મોહથી રંજિત અને કર્મબંધમાં ક્રિડા કરતા આત્માનો નિશ્ચય
કરે, ત્યાર પછી મોહના બંધનનો નાશ કરે અને મોહી સ્વભાવ છોડીને
આત્મધ્યાનમાં અનુભવનો પ્રકાશ કરે; તથા કર્મકલંકના કાદવથી રહિત અચળ,
અબાધિત, શાશ્વત પોતાના આત્મદેવને પ્રત્યક્ષ દેખે. ૧૩.
ગુણ–ગુણી અભેદ છે, એ વિચારવાનો ઉપદેશ કરે છે. (સવૈયા તેવીસા)
सुद्धनयातम आतमकी,
अनुभूति विज्ञान–विभूति है सोई।
वस्तु विचारत एक पदारथ,
नामके भेद कहावत दोई।।
यौं सरवंग सदा लखि आपुहि,
आतम–ध्यान करै जब कोई।
मेटि असुद्ध विभावदसा तब,
सुद्ध सरूपकी प्रापति होई।। १४।।
શબ્દાર્થઃ– વિભાવ=પરવસ્તુના સંયોગથી જે વિકાર થાય છે.
વિભૂતિ=સંપત્તિ.
અર્થઃ– શુદ્ધનયના વિષયભૂત આત્માનો અનુભવ જ જ્ઞાનસંપદા છે, આત્મા
_________________________________________________________________
आत्मानुभूतिरिति शुध्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुध्ध्वा।
आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प
मेकोऽस्ति नित्यमवबोधधनः समन्तात्।। १३।।