જીવદ્વાર ૩૭
અને જ્ઞાનમાં નામભેદ છે, વસ્તુભેદ નથી, આત્મા ગુણી છે, જ્ઞાન ગુણ છે, તેથી
ગુણી અને ગુણને ઓળખીને જ્યારે કોઈ આત્મધ્યાન કરે છે ત્યારે તેની રાગાદિ
અશુદ્ધ અવસ્થા નાશ પામીને શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ– આત્મા ગુણી છે અને જ્ઞાન તેનો ગુણ છે, એમનામાં વસ્તુભેદ
નથી. જેમ અગ્નિનો ગુણ ઉષ્ણતા છે, જો કોઈ અગ્નિ અને ઉષ્ણતાને ભિન્ન પાડવા
ઈચ્છે તો તે ભિન્ન થઈ શકતા નથી; તેવી જ રીતે જ્ઞાન અને આત્માનો સહભાવી
સંબંધ છે પણ નામભેદ જરૂર છે કે આ ગુણી છે અને આ તેનો ગુણ છે. ૧૪.
જ્ઞાનીઓનું ચિંતન. (સવૈયા એકત્રીસા)
अपनैंही गुन परजायसौं प्रवाहरूप,
परिनयौ तिहुं काल अपनै अधारसौं।
अन्तर–बाहर–परकासवान एकरस,
खिन्नता न गहै भिन्न रहै भौ–विकारसौं।।
चेतनाके रस सरवंग भरि रह्यौ जीव,
जैसे लौंन–कांकर र्भयो है रस खारसौं।
पूरन–सुरूप अति उज्जल विग्यानघन,
मोकौं होहु प्रगट विसेस निरवारसौं।। १५।।
શબ્દાર્થઃ– ખિન્નતા=ન્યૂનતા. ભૌ (ભવ)=સંસાર. લૌન-કાંકર=મીઠાની
કણી. નિરવારસૌં=ક્ષયથી.
અર્થઃ– જીવ પદાર્થ સદૈવ પોતાના જ આધારે રહે છે અને પોતાના જ ધારા-
પ્રવાહ ગુણ-પર્યાયોમાં પરિણમન કરે છે, બાહ્ય અને અભ્યંતર એકસરખો પ્રકાશિત
રહે છે, કદી ઘટતો નથી, તે સંસારના વિકારોથી ભિન્ન છે, તેમાં ચૈતન્યરસ એવો
_________________________________________________________________
अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि–
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा।
चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितं।। १४।।