૩૮ સમયસાર નાટક
ઠાંસોઠાંસ ભર્યો છે જેવી રીતે મીઠાની ગાંગડી ખારાશથી ભરપૂર હોય છે. આવો
પરિપૂર્ણ સ્વરૂપ, અત્યંત નિર્વિકાર, વિજ્ઞાનઘન આત્મા મોહના અત્યંત ક્ષયથી મને
પ્રગટ થાઓ. ૧પ.
સાધ્ય–સાધકનું સ્વરૂપ અથવા દ્રવ્ય અને ગુણ–પર્યાયોની અભેદ વિવક્ષા.
(કવિત્ત)
जंह ध्रुवधर्म कर्मछय लच्छन,
सिद्धि समाधि साधिपद सोई।
सुद्धपयोग जोग महिमंडित
साधक ताहि कहै सब कोई।।
यौं परतच्छ परोच्छ रूपसौं,
साधक साधि अवस्थादोई।
दुहुकौ एक ग्यान संचय करि,
सेवै सिववंछक थिरहोई।। १६।।
શબ્દાર્થઃ– ધ્રુવધર્મ=અવિનાશી સ્વભાવ. સાધ્ય=જે ઈષ્ટ, અબાધિત અને
અસિદ્ધ હોય. સુદ્ધપયોગ=વીતરાગ પરિણતિ. સિવવંછક=મોક્ષનો અભિલાષી.
થિર=સ્થિર.
અર્થઃ– સર્વ કર્મ-સમૂહથી રહિત અને અવિનાશી સ્વભાવ સહિત સિદ્ધપદ
સાધ્ય છે અને મન. વચન, કાયાના યોગોસહિત શુદ્ધોપયોગરૂપ અવસ્થા સાધક છે.
તેમાં એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ છે; આ બન્ને અવસ્થાઓ એક જીવની છે, એમ
જે ગ્રહણ કરે છે તે જ મોક્ષનો અભિલાષી સ્થિર-ચિત્ત થાય છે.
ભાવાર્થઃ– સિદ્ધ અવસ્થા સાધ્ય છે અને અરહંત, સાધુ, શ્રાવક, સમ્યકત્વી
આદિ અવસ્થાઓ *સાધક છે; એમાં પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ છે. આ બધી અવસ્થાઓ
એક જીવની છે એમ જાણનાર જ સમ્યગ્દ્રષ્ટિ હોય છે. ૧૬.
_________________________________________________________________
*પૂર્વ અવસ્થા સાધક અને ઉત્તર અવસ્થા સાધ્ય હોય છે.
एष ज्ञानघनोनित्यमात्मा सिद्धिमभीप्सुभिः।
साध्य–साधकभावेन द्विधैकः समुपास्यताम्।। १५।।