જીવદ્વાર ૪૧
શુદ્ધ અનુભવની પ્રશંસા (સવૈયા એકત્રીસા)
जाकै पद सोहत सुलच्छन अनंत ग्यान
विमल विकासवंत ज्योति लहलही है।
यद्यपि त्रिविधरूप विवहारमैं तथापि
एकता न तजै यौ नियत अंग कही है।।
सो है जीव कैसीहुं जुगतिकै सदीव ताके,
ध्यान करिबेकौं मेरी मनसा उनही है।
जाते अविचल रिद्धि होत और भांति सिद्धि,
नाहीं नाहीं नाहीं यामैं धोखो नाहीं सही है।। २१।।
શબ્દાર્થઃ– જુગતિ=યુક્તિ, મનસા=અભિલાષા. ઉનહી હૈ=તૈયાર થઈ છે.
અવિચલ રિદ્ધિ=મોક્ષ. ધોખો=સંદેહ.
અર્થઃ– આત્મા અનંત જ્ઞાનરૂપ લક્ષણથી લક્ષિત છે, તેના જ્ઞાનની નિર્મળ
પ્રકાશવાળી જ્યોતિ જગી રહી છે, જોકે તે વ્યવહારનયથી ત્રણરૂપે* છે તોપણ
નિશ્ચયનયથી એક જ રૂપ છે, તેનું કોઈ પણ યુક્તિથી સદા ધ્યાન કરવાને મારું ચિત્ત
ઉત્સાહી બન્યું છે, એનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે અને કોઈ બીજો ઉપાય કાર્ય સિદ્ધ
થવાનો નથી! નથી!! નથી*!!! એમાં કોઇ શંકા નથી, બિલકુલ સત્ય છે. ૨૧.
જ્ઞાતાની અવસ્થા (સવૈયા એકત્રીસા)
कै अपनौं पद आप संभारत,
कै गुरुके मुखकी सुनि बानी।
_________________________________________________________________
*દર્શન, જ્ઞાન, ચારિત્ર, *અહીં વારંવાર ‘નથી’ એમ કહીને કથનનું સમર્થન કર્યું છે.
कथमपि समुपात्तत्रित्वमप्येकतायाः अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्।
सततमनुभवामोऽनन्तचैतन्यचिह्नं न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २०।।