જીવદ્વાર ૪૩
जातैं थिर रहै अनुभौ विलास गहै फिरि,
कबहूं अपनपौ न कहै पुदगलसौं।
यहै करतूति यौं जुदाई करैं जगतसौं,
पावक ज्यौं भिन्न करै कंचन उपलसौं।। २३।।
શબ્દાર્થઃ– નિધાન=ખજાનો. દુંદ (દ્વંદ્વ)=સંશય. ઉપલ= પત્થર. મહારુચિ=દ્રઢ
શ્રદ્ધાન. જગત=જન્મ-મરણરૂપ સંસાર.
અર્થઃ– આ સમયે જ ભવ્ય જીવોનો અનાદિકાળથી લાગેલો અને કર્મમળથી
મળેલો મોહ નષ્ટ થઈ જાવ. એ નષ્ટ થઈ જવાથી હૃદયમાં મહાપ્રકાશ કરનાર,
સંશય-સમૂહને મટાડનાર, દ્રઢ શ્રદ્ધાનની રુચિ-સ્વરૂપ ભેદ-વિજ્ઞાન પ્રગટ થાય છે.
એનાથી સ્વરૂપમાં વિશ્રામ અને અનુભવનો આનંદ મળે છે તથા શરીરાદિ પુદ્ગલ
પદાર્થોમાં કદી અહંબુદ્ધિ રહેતી નથી. આ ક્રિયા તેમને સંસારથી એવી રીતે ભિન્ન કરી
નાખે છે જેમ અગ્નિ સુવર્ણને કિટ્ટિકા (પત્થર) થી ભિન્ન કરી દે છે. ૨૩.
પરમાર્થની શિક્ષા (સવૈયા એકત્રીસા)
बानारसी कहै भैया भव्य सुनो मेरी सीख,
कैहूं भांति कैसैंहूंके ऐसौ काजु कीजिए।
एकहू मुहूरत मिथ्यातकौ विधुंस होइ,
ग्यानकौं जगाइ अंस हंस खोजि लीजिए।
वाहिकौ विचार वाकौ ध्यान यहै कौतूहल,
यौंही भरि जनम परम रस पीजिए।
_________________________________________________________________
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली स–
न्ननुभव भव मूर्त्तेः पार्श्ववर्ती मुहूर्त्तम्।
पृथगथ विलसंतं स्वं समालोक्य येन
त्यजसि झगिति मूर्त्त्या साकमेकत्वमोहं।। २३।।