૪૪ સમયસાર નાટક
तजि भव–वासकौ विलास सविकाररूप,
अंतकरि मौहकौ अनंतकाल जीजिए।। २४।।
શબ્દાર્થઃ– કૈહું ભાંતિ=કોઈ પણ ઉપાયથી. કૈસૈં હૂંકૈ=પોતે કોઈ પ્રકારનો
બનીને. હંસ=આત્મા. કૌતૂહલ=ક્રિડા. ભવ-વાસકૌ વિલાસ=જન્મ-મરણમાં ભટકવું.
અનંતકાળ જીજિએ=અમર થઈ જાવ અર્થાત્ સિદ્ધપદ પ્રાપ્ત કરો.
અર્થઃ– પં. બનારસીદાસજી કહે છે- હે ભાઈ ભવ્ય! મારો ઉપદેશ સાંભળો કે
કોઈ પણ ઉપાયથી અને કોઈ પણ પ્રકારનો બનીને એવું કામ કર જેથી માત્ર
અંતર્મુહૂર્તને*માટે મિથ્યાત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગ્રત થાય,
આત્મસ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેની જ
લીલામાં પરમરસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને તથા
મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો. ૨૪.
તીર્થંકર ભગવાનના શરીરની સ્તુતિ (સવૈયા એકત્રીસા)
जाके देह–द्युतिसौं दसौं दिसा पवित्र भई,
जाके तेज आगैं सब तेजवंत रुके हैं।
जाकौ रुप निरखि थकित महा रूपवंत,
जाकी वपु–वाससौं सुवास और लुके हैं।।
जाकी दिव्यधुनि सुनि श्रवणकौं सुख होत,
जाके तन लच्छन अनेक आइ ढुके हैं।
_________________________________________________________________
* બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટમાં એક સમય ઓછો.
कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुधन्ति ये
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रुपेण च।
दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतम्
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः।। २४।।